પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.
2. તે દિવસે, ‘આનંદદાયક દ્રાક્ષાવાડી!’ સંબંધી ગીત ગાઓ.
3. “હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.
4. મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.
5. નહિ તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું.; હા, તેણે મારી સાથે સમાધાન કરવું.
6. ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇઝરાયલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ઠ ભરપૂર કરશે.”
7. પ્રભુએ ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે, તે પ્રમાણે શું તેનો સંહાર કર્યો છે?
8. તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.
9. તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.
10. કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.
11. તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.
12. વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.
13. વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 27 of Total Chapters 66
યશાયા 27
1. તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.
2. તે દિવસે, ‘આનંદદાયક દ્રાક્ષાવાડી!’ સંબંધી ગીત ગાઓ.
3. “હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.
4. મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.
5. નહિ તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું.; હા, તેણે મારી સાથે સમાધાન કરવું.
6. ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇઝરાયલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ઠ ભરપૂર કરશે.”
7. પ્રભુએ ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે, તે પ્રમાણે શું તેનો સંહાર કર્યો છે?
8. તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.
9. તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.
10. કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.
11. તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.
12. વળી તે દિવસે યહોવા ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.
13. વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.
Total 66 Chapters, Current Chapter 27 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References