પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન
1. અને લેવી કુટુંબનો એક પુરુષ જઈને લેવી કુટુંબની કન્યા પરણ્યો.
2. અને તે સ્‍ત્રી ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો; અને તે સુંદર બાળક છે એ જોઈને તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
3. અને તેથી વધારે સમય તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને માટે ગોમતૃણની એક પેટી લીધી, ને તેને ચીકણી માટીથી તથા ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડયો, અને પેટીને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી.
4. અને તેનું શું થાય છે તે જોવાને તેની બહેન દૂર ઊભી રહી.
5. અને ફારુનની પુત્રી નદીમાં સ્‍નાન કરવા આવી. અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી. અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા માટે પોતાની દાસીને મોકલી.
6. અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.”
7. ત્યારે તેની બહેને ફારુનની પુત્રીને કહ્યું, “તમારે માટે બાળકને ધવડાવવા માટે હિબ્રૂ સ્‍ત્રીઓમાંથી એક ધાવને તમારી પાસે બોલાવી લાવું?”
8. અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી.
9. અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ.” અને તે સ્‍ત્રીએ બાળકને લઈ જઈને તેને ધવડાવ્યો.
10. અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારુનની પુત્રી પાસે લાવી, ને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મેં તેને પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મૂસા પાડયું.
11. અને તે દિવસોમાં એમ થયું કે મૂસા મોટો થયો, ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓ પાસે ગયો, ને તેમના ઉપર ગુજરતો જુલમ તેણે જોયો. અને તેણે એક મિસરીને પોતાના એક હિબ્રૂ ભાઈને મારતાં જોયો.
12. અને તેણે આમતેમ જોઈને કોઈને ન જોયો, એટલે મિસરીને મારી નઆખીને તેને રેતીમાં સંતાડી દીધો.
13. અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ને જુઓ, બે હિબ્રૂઓ એકબીજા સાથે લડતા હતા. અને તેણે વાંક કરનારને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?”
14. ત્યારે તેણે કહ્યું, “તને અમારા ઉપર અધિકારી તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો? તેં જેમ પેલા મિસરીને મારી નાખ્યો, તેમ મને મારી નાખવાનું તું ધારે છે શું?” અને મૂસાને ડર લાગ્યો, ને તેણે કહ્યું, “નિશ્ચે તે વાતની ખબર પસી ગઈ છે.”
15. હવે ફારુને એ વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો. પણ મૂસા ફારુનની આગળથી નાસીને મિદ્યાન દેશમાં જઈ રહ્યો; અને તે એક કૂવા પાસે બેઠો.
16. હવે મિદ્યાનના યાજકને સાત પુત્રીઓ હતી. અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાવા માટે પાણી કાઢીને હવાડા ભર્યા.
17. ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી; પણ મૂસાએ ઊઠીને તેઓને સહાય કરી, ને તેમના ટોળાને પાણી પાયું.
18. અને જ્યારે તેઓ તેમના પિતા રેઉએલની પાસે પાછી ગઈ, ત્યારે તેણે કહ્યું, “તમે આજે આટલાં વહેલાં કેમ આવ્યાં?”
19. ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.”
20. ત્યારે રેઉએલે તેની પુત્રીઓને કહ્યું, “ત્યારે તે કયાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યાં? તેને રોટલી ખાવા માટે તેડાવો.”
21. અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો; અને રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાહ મૂસાને પરણાવી.
22. અને તેને પેટે પુત્રનો પ્રસવ થયો, ને તેણે તેનું નામ ગેર્શોમ પાડયું; કેમ કે તેણે કહ્યું, “હું પરદેશમાં પ્રવાસી છું.”
23. હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.
24. અને તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો.
25. અને ઈશ્વરે ઇઝરાયલીઓને જોયા, ને ઈશ્વરે તેઓની ખબર લીધી.

Notes

No Verse Added

Total 40 Chapters, Current Chapter 2 of Total Chapters 40
નિર્ગમન 2:33
1. અને લેવી કુટુંબનો એક પુરુષ જઈને લેવી કુટુંબની કન્યા પરણ્યો.
2. અને તે સ્‍ત્રી ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો; અને તે સુંદર બાળક છે જોઈને તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
3. અને તેથી વધારે સમય તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને માટે ગોમતૃણની એક પેટી લીધી, ને તેને ચીકણી માટીથી તથા ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડયો, અને પેટીને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી.
4. અને તેનું શું થાય છે તે જોવાને તેની બહેન દૂર ઊભી રહી.
5. અને ફારુનની પુત્રી નદીમાં સ્‍નાન કરવા આવી. અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી. અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા માટે પોતાની દાસીને મોકલી.
6. અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.”
7. ત્યારે તેની બહેને ફારુનની પુત્રીને કહ્યું, “તમારે માટે બાળકને ધવડાવવા માટે હિબ્રૂ સ્‍ત્રીઓમાંથી એક ધાવને તમારી પાસે બોલાવી લાવું?”
8. અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી.
9. અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ.” અને તે સ્‍ત્રીએ બાળકને લઈ જઈને તેને ધવડાવ્યો.
10. અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારુનની પુત્રી પાસે લાવી, ને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મેં તેને પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મૂસા પાડયું.
11. અને તે દિવસોમાં એમ થયું કે મૂસા મોટો થયો, ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓ પાસે ગયો, ને તેમના ઉપર ગુજરતો જુલમ તેણે જોયો. અને તેણે એક મિસરીને પોતાના એક હિબ્રૂ ભાઈને મારતાં જોયો.
12. અને તેણે આમતેમ જોઈને કોઈને જોયો, એટલે મિસરીને મારી નઆખીને તેને રેતીમાં સંતાડી દીધો.
13. અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ને જુઓ, બે હિબ્રૂઓ એકબીજા સાથે લડતા હતા. અને તેણે વાંક કરનારને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?”
14. ત્યારે તેણે કહ્યું, “તને અમારા ઉપર અધિકારી તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો? તેં જેમ પેલા મિસરીને મારી નાખ્યો, તેમ મને મારી નાખવાનું તું ધારે છે શું?” અને મૂસાને ડર લાગ્યો, ને તેણે કહ્યું, “નિશ્ચે તે વાતની ખબર પસી ગઈ છે.”
15. હવે ફારુને વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો. પણ મૂસા ફારુનની આગળથી નાસીને મિદ્યાન દેશમાં જઈ રહ્યો; અને તે એક કૂવા પાસે બેઠો.
16. હવે મિદ્યાનના યાજકને સાત પુત્રીઓ હતી. અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાવા માટે પાણી કાઢીને હવાડા ભર્યા.
17. ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી; પણ મૂસાએ ઊઠીને તેઓને સહાય કરી, ને તેમના ટોળાને પાણી પાયું.
18. અને જ્યારે તેઓ તેમના પિતા રેઉએલની પાસે પાછી ગઈ, ત્યારે તેણે કહ્યું, “તમે આજે આટલાં વહેલાં કેમ આવ્યાં?”
19. ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.”
20. ત્યારે રેઉએલે તેની પુત્રીઓને કહ્યું, “ત્યારે તે કયાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યાં? તેને રોટલી ખાવા માટે તેડાવો.”
21. અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો; અને રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાહ મૂસાને પરણાવી.
22. અને તેને પેટે પુત્રનો પ્રસવ થયો, ને તેણે તેનું નામ ગેર્શોમ પાડયું; કેમ કે તેણે કહ્યું, “હું પરદેશમાં પ્રવાસી છું.”
23. હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.
24. અને તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો.
25. અને ઈશ્વરે ઇઝરાયલીઓને જોયા, ને ઈશ્વરે તેઓની ખબર લીધી.
Total 40 Chapters, Current Chapter 2 of Total Chapters 40
×

Alert

×

gujarati Letters Keypad References