1. ઇઝરાયલની સંખ્યા, એટલે તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા અધિકારીઓ, જેઓની ટોળીઓમાંથી અકેક ટોળી વારાફરતી વર્ષમાં મહિને મહિને આવતી, તથા જેઓ હરકોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા, તેઓની સંખ્યા દરેક ટોળીમાં ચોવીસ હજારની હતી.
|
4. બીજા મહિનાની ટોળીનો ઉપરી દોદાય અહોહી હતો, તેની ટોળીનો નાયક મિકલોથ; અને તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
|
6. જે ત્રીસ શૂરવીરો માં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે જ એ બનાયા હતો. તેની ટોળીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.
|
7. ચોથા મહિનાને માટે ચોથો સરદાર યોઆબનો ભાઈ અસાએલ, ને તેની પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
|
14. અગિયારમા મહિનાને માટે અગિયારમો સરદાર એફ્રાઈમપુત્રોમાંનો બનાયા પિરાથોની હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
|
16. તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નીચે પ્રમાણે અમલદાર હતા: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલીએઝેર હતો; શિમયોનીઓનો, માકાનો પુત્ર શફાટ્યા.
|
23. પણ વીસ વર્ષના તથા તેથી ઓછી વયનાઓની ગણતરી દાઉદે કરી નહોતી; કેમ કે યહોવાએ આકાશના તારાઓની જેમ ઇઝરાયલને વધારવાને વચન આપ્યું હતું.
|
24. સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, ગણતરી કરવા ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી
|
25. રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેશ નિમાયેલો હતો. સીમમાંના, નગરોમાંના, ગામોમાંના તથા કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝઝિયાનો પુત્ર યહોનાથાન હતો.
|
27. દ્રક્ષાવાડીઓ ઉપર શિમઈ રામાથી હતો. દ્રક્ષારસના કોઠારોને માટે દ્રક્ષાવાડીઓની જે પેદાશ આવતી તેના ઉપર ઝાબ્દી શિફમી હતો.
|
28. જૈતવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો જે નીચાણના પ્રદેશમાં હતાં, તેઓના ઉપર બાલ-હાનાન ગદેરી હતો. તેલના ભંડારો ઉપર યોઆશ હતો.
|
29. શારોનમાં ચરનારા ઢોરોનાં ટોળા ઉપર શિટ્રાય શારોની હતો; અને નીચાણમાં જે ઢોરો ચરતાં હતાં તે ટોળાં ઉપર અદલાયનો પુત્ર શાફાટ હતો.
|
32. વળી દાઉદના કાકા યોનાથાન મંત્રી હતા, તે સમજુ પુરુષ હતા, ને ચિટનીસ હતા, હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
|