પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ઇસહાકે યાકૂબને બોલાવીને આશીર્વાદ આપ્યા. પછી તેને આદેશ આપીને કહ્યું, “તારે કોઈ કનાની કન્યા સાથે વિવાહ કરવાના નથી.
2. તેથી તું આ સ્થળ છોડીને પાદૃાનારામ જા, તારા દાદા બથુએલને ત્યાં જા. જયાં તારા માંમાં લાબાન રહે છે. તેમની પુત્રીઓમાંથી કોઈ એક સાથે તું વિવાહ કર.
3. હું પ્રાર્થના કરું છું કે, સર્વસમર્થ દેવ તને આશીર્વાદ આપો અને તમને ઘણા પુત્રો આપે. અને તારો વંશવેલો એટલો વધારો કે, તારામાંથી અનેક પ્રજાઓ પેદા થાય.
4. હું પ્રાર્થના કરું છું કે, જે પ્રમાંણે દેવે ઇબ્રાહિમને વરદાન આપ્યું હતું તે જ પ્રમાંણે તમને પણ આશીર્વાદ આપે. હું પ્રાર્થના કરું છું કે, દેવ તમને ઇબ્રાહિમના આશીર્વાદ આપે. તે તને અને તારી ભાવિપેઢીને આ જગ્યા કે, જયાં તમે પરદેશીની જેમ રહો છો તેને સદાને માંટે તમાંરી સંપત્તિ બનાવી દે.”
5. આ રીતે ઇસહાકે યાકૂબને પાદૃાનારામમાંના પ્રદેશમાં મોકલ્યો, યાકૂબ ત્યાં તેના માંમાંને ત્યાં ગયો. અરામી બથુએલ, લાબાન અને રિબકાનો પિતા હતો. અને રિબકા યાકૂબ અને એસાવની માંતા હતી.
6. એસાવને ખબર પડી કે, તેના પિતા ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યા છે અને તેમણે યાકૂબને પાદૃાનારામમાં પત્નીની શોધ માંટે મોકલ્યો છે. અને એસાવને એ પણ ખબર પડી ગઈ કે, ઇસહાકે યાકૂબને આદેશ આપ્યો છે કે, તે કનાની કન્યા સાથે લગ્ન ન કરે.
7. આથી એસાવ સમજયો કે, યાકૂબ પોતાનાં માંતાપિતાનું કહ્યું માંનીને પાદ્દાનારામ ચાલ્યો ગયો છે.
8. તે પરથી એસાવે વિચાર્યુ કે, તેના પિતા એવું ઈચ્છતા નથી કે, તેમનો પુત્ર કનાની સ્ત્રી સાથે લગ્ન કરે.
9. એસાવને પહેલાની બે પત્નીઓ તો હતી, પરંતુ તેણે ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન માંહાલાથ સાથે વિવાહ કર્યા. (ઇશ્માંએલ ઇબ્રાહિમનો પુત્ર હતો.)
10. યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો.
11. યાત્રા સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી તે એક જગ્યાએ રાતવાસો કરવા માંટે રોકાયો. યાકૂબે ત્યાં એક પથ્થર જોયો, તેથી સૂઈ જવા માંટે તેના પર માંથું મૂકયું.
12. યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે,
13. અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ.
14. પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
15. “હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”
16. પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.”
17. યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ ,”આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.”
18. બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો.
19. આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું.
20. પછી યાકૂબે એક પ્રતિજ્ઞા કરી. તેણે કહ્યું, “જો દેવ માંરી સાથે રહેશે, અને હું પ્રવાસમાં જયાં જયાં જાઉં ત્યાં દેવ માંરી રક્ષા કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્રો આપશે.
21. જેથી હું માંરા પિતાને ઘેર સુરક્ષિત પાછો આવીશ. તો યહોવાને હું માંરા દેવ માંનીશ.
22. આ જગ્યા પર જયાં મેં પથ્થર ઊભો કર્યો છે, તે જગ્યા પવિત્ર સ્થાન બનશે. અને દેવ તું મને જે કાંઈ આપશે તેનો દશમો ભાગ હું તને અર્પણ કરીશ.”

Notes

No Verse Added

Total 50 Chapters, Selected Chapter 28 / 50
Genesis 28:31
1 ઇસહાકે યાકૂબને બોલાવીને આશીર્વાદ આપ્યા. પછી તેને આદેશ આપીને કહ્યું, “તારે કોઈ કનાની કન્યા સાથે વિવાહ કરવાના નથી. 2 તેથી તું આ સ્થળ છોડીને પાદૃાનારામ જા, તારા દાદા બથુએલને ત્યાં જા. જયાં તારા માંમાં લાબાન રહે છે. તેમની પુત્રીઓમાંથી કોઈ એક સાથે તું વિવાહ કર. 3 હું પ્રાર્થના કરું છું કે, સર્વસમર્થ દેવ તને આશીર્વાદ આપો અને તમને ઘણા પુત્રો આપે. અને તારો વંશવેલો એટલો વધારો કે, તારામાંથી અનેક પ્રજાઓ પેદા થાય. 4 હું પ્રાર્થના કરું છું કે, જે પ્રમાંણે દેવે ઇબ્રાહિમને વરદાન આપ્યું હતું તે જ પ્રમાંણે તમને પણ આશીર્વાદ આપે. હું પ્રાર્થના કરું છું કે, દેવ તમને ઇબ્રાહિમના આશીર્વાદ આપે. તે તને અને તારી ભાવિપેઢીને આ જગ્યા કે, જયાં તમે પરદેશીની જેમ રહો છો તેને સદાને માંટે તમાંરી સંપત્તિ બનાવી દે.” 5 આ રીતે ઇસહાકે યાકૂબને પાદૃાનારામમાંના પ્રદેશમાં મોકલ્યો, યાકૂબ ત્યાં તેના માંમાંને ત્યાં ગયો. અરામી બથુએલ, લાબાન અને રિબકાનો પિતા હતો. અને રિબકા યાકૂબ અને એસાવની માંતા હતી. 6 એસાવને ખબર પડી કે, તેના પિતા ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યા છે અને તેમણે યાકૂબને પાદૃાનારામમાં પત્નીની શોધ માંટે મોકલ્યો છે. અને એસાવને એ પણ ખબર પડી ગઈ કે, ઇસહાકે યાકૂબને આદેશ આપ્યો છે કે, તે કનાની કન્યા સાથે લગ્ન ન કરે. 7 આથી એસાવ સમજયો કે, યાકૂબ પોતાનાં માંતાપિતાનું કહ્યું માંનીને પાદ્દાનારામ ચાલ્યો ગયો છે. 8 તે પરથી એસાવે વિચાર્યુ કે, તેના પિતા એવું ઈચ્છતા નથી કે, તેમનો પુત્ર કનાની સ્ત્રી સાથે લગ્ન કરે. 9 એસાવને પહેલાની બે પત્નીઓ તો હતી, પરંતુ તેણે ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન માંહાલાથ સાથે વિવાહ કર્યા. (ઇશ્માંએલ ઇબ્રાહિમનો પુત્ર હતો.) 10 યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો. 11 યાત્રા સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી તે એક જગ્યાએ રાતવાસો કરવા માંટે રોકાયો. યાકૂબે ત્યાં એક પથ્થર જોયો, તેથી સૂઈ જવા માંટે તેના પર માંથું મૂકયું. 12 યાકૂબને એક સ્વપ્ન આવ્યું; તેણે જોયું કે, એક સીડી પૃથ્વી પર મૂકેલી છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે છે, 13 અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ. 14 પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે. 15 “હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.” 16 પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.” 17 યાકૂબને બીક લાગી, તેણે કહ્યુ ,”આ તો કોઈ મહાન જગ્યા છે. આ તો દેવનું ઘર છે. આ તો આકાશનું દ્વાર છે.” 18 બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો. 19 આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું. 20 પછી યાકૂબે એક પ્રતિજ્ઞા કરી. તેણે કહ્યું, “જો દેવ માંરી સાથે રહેશે, અને હું પ્રવાસમાં જયાં જયાં જાઉં ત્યાં દેવ માંરી રક્ષા કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્રો આપશે. 21 જેથી હું માંરા પિતાને ઘેર સુરક્ષિત પાછો આવીશ. તો યહોવાને હું માંરા દેવ માંનીશ. 22 આ જગ્યા પર જયાં મેં પથ્થર ઊભો કર્યો છે, તે જગ્યા પવિત્ર સ્થાન બનશે. અને દેવ તું મને જે કાંઈ આપશે તેનો દશમો ભાગ હું તને અર્પણ કરીશ.”
Total 50 Chapters, Selected Chapter 28 / 50
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References