1. મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારું તારણ છે.
|
3. જે માણસ નમી ગએલી ભીંત કે ખસી ગએલી વાડ જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો?
|
4. તેઓ તેને તેના શ્રેષ્ઠપદ પરથી ઉથલાવી પાડવાને કેવળ મસલત કરે છે; તેઓ જૂઠથી હરખાય છે; તેઓ મોઢેથી આશીર્વાદ ઊચરે છે, પણ મનથી શાપ આપે છે. (સેલાહ)
|
8. હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.
|
9. ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.
|