પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
અયૂબ
1. ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,
2. “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે. કારણકે હું હજી પણ પીડા સહન કરું છું.
3. હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત!
4. હું મારી દલીલો દેવને સમજાવીશ. મારી નિદોર્ષતા બતાવવા મારું મોઢુંં દલીલોથી ભરેલું હશે.
5. મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. મારે દેવના જવાબો સમજવા છે.
6. શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે.
7. હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે. પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે.
8. પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.
9. જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.
10. પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું . એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.
11. હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.
12. તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.
13. પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી. દેવ તેને જે કરવું હોય તેજ કરે છે.
14. તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે. અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે.
15. એજ કારણે હું તેમની હાજરીમાં જું છું. જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું.
16. દેવે મારું મન નબળું પાડી દીધું છે. એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે.
17. મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે. પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.”

રેકોર્ડ

Total 42 પ્રકરણો, Selected પ્રકરણ 23 / 42
1 ત્યારે અયૂબે જવાબ આપ્યો કે, 2 “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે. કારણકે હું હજી પણ પીડા સહન કરું છું. 3 હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત! 4 હું મારી દલીલો દેવને સમજાવીશ. મારી નિદોર્ષતા બતાવવા મારું મોઢુંં દલીલોથી ભરેલું હશે.
5 મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. મારે દેવના જવાબો સમજવા છે.
6 શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે. 7 હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે. પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે. 8 પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી. 9 જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી. 10 પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું . એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું. 11 હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી. 12 તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું. 13 પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી. દેવ તેને જે કરવું હોય તેજ કરે છે. 14 તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે. અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે. 15 એજ કારણે હું તેમની હાજરીમાં જું છું. જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું. 16 દેવે મારું મન નબળું પાડી દીધું છે. એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે. 17 મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે. પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.”
Total 42 પ્રકરણો, Selected પ્રકરણ 23 / 42
×

Alert

×

Gujarati Letters Keypad References