2. અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.
|
4. “હું તમારી મધ્યે પરદેશી તથા પ્રવાસી છું. મને તમારી મધ્યે કબરને માટે જગા કરી આપો કે હું મારી આગળથી મારી મૃત પત્નીને દાટું.”
|
6. “મારા સાહેબ, અમારું સાંભળો; અમારામાં તમે મોટા સરદાર છો; તમને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તમારી મૃત પત્નીને દાટો; તમારી મૃત પત્નીને દાટવાને અમારામાંથી કોઈપણ તમારાથી પોતાની કબર પાછી નહિ રાખે.”
|
8. અને તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું મારી આગળથી મારી મૃત પત્નીને દાટું, એવી જો તમારી મરજી હોય, તો મારું સાંભળો, ને મારે માટે સોહારના દિકરા એફ્રોનને વિનંતી કરો કે,
|
9. માખ્પેલાની ગુફા જે તેને કબજે છે, અને જે તેના ખેતરની હદ પર છે, તે પૂરી કિંમતે તમારી મધ્યે કબરને માટે મારે સ્વાધીન કરે.”
|
10. અને એફ્રોન હેથના દિકરાઓ મધ્યે બેઠેલો હતો; અને પોતાના નગરના દરવાજામાં પેસનારા જે સર્વ હેથના દિકરા તેઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું,
|
11. “મારા સાહેબ, એમ નહિ, મારું સાંભળો; ખેતર હું તમને આપું છું, મારા લોકના દિકરાઓના દેખતાં તે હું તમને આપું છું. તમારી મૃત પત્નીને દાટજો.”
|
13. અને તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સાંભળ:તે ખેતરને માટે હું તને કિંમત આપીશ; તે મારી પાસેથી લે, તો ત્યાં હું મારી મૃત પત્નીને દાટું.”
|
15. “મારા સાહેબ, મારું સાંભળો; ચારસો શેકલ રૂપાની જમીન તે મારી ને તમારી વચ્ચે શા લેખામાં? માટે તમારી મૃત પત્નીને દાટજો.”
|
16. અને ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું; અને જેટલું તેણે હેથના દિકરાઓના સાંભળતાં કહ્યું હતું, તેટલું એટલે વેપારીઓમાં ચલણી નાણાં પ્રમાણે ચારસો શેકેલ રૂપું ઇબ્રાહિમે તોળીને એફ્રોનને આપ્યું.
|
17. અને માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર તથા જે ગુફા તથા ખેતરની ચારે બાજુની હદની અંદર જે સર્વ વૃક્ષો તે,
|
18. તેના નગરના દરવાજામાં સર્વ જનારાની આગળ હેથના દિકરાઓના જોતાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં.
|
19. અને તે પછી ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની પત્ની સારાને દાટી.
|