પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
પુનર્નિયમ
1. અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ,
2. તથા આખો નફતાલી, તથા એફ્રાઈમ તથા મનાશ્શાનો દેશ, પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ,
3. તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી, સોઆર સુધી, દેખાડ્યાં.
4. અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.”
5. અને ત્યાં મોઆબ દેશમાં, યહોવાના વચન પ્રમાણે, યહોવાનો સેવક મૂસા મરી ગયો.
6. અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી.
7. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું.
8. અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,
9. અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.
10. અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી:
11. એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં;
12. તથા સર્વ મહાન કામમાં, તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયલના જોતાં કર્યા, તેમાં [તેના જેવો કોઈ ઊઠ્યો નથી.]

Notes

No Verse Added

Total 34 Chapters, Current Chapter 34 of Total Chapters 34
પુનર્નિયમ 34:9
1. અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ,
2. તથા આખો નફતાલી, તથા એફ્રાઈમ તથા મનાશ્શાનો દેશ, પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ,
3. તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી, સોઆર સુધી, દેખાડ્યાં.
4. અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.”
5. અને ત્યાં મોઆબ દેશમાં, યહોવાના વચન પ્રમાણે, યહોવાનો સેવક મૂસા મરી ગયો.
6. અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી.
7. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું.
8. અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,
9. અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આપી હતી તેમ તેઓએ કર્યું.
10. અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી:
11. એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં;
12. તથા સર્વ મહાન કામમાં, તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયલના જોતાં કર્યા, તેમાં તેના જેવો કોઈ ઊઠ્યો નથી.
Total 34 Chapters, Current Chapter 34 of Total Chapters 34
×

Alert

×

gujarati Letters Keypad References