1. આસાફનું માસ્કીલ. હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?
|
2. જે તમારી મંડળીને તમે પૂર્વે ખરીદ કરી છે, જેને તમે તમારા વતનનો વારસ થવાને છોડાવી છે, તેને સંભારો; વળી સિયોન પર્વત, જ્યાં તમે રહ્યા છો, તેનું સ્મરણ કરો.
|
7. તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; તેઓએ તમારા નામનું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.
|
8. તેઓએ પોતાના મનમાં ધાર્યું, “તેઓનું નામનિશાન રહેવા દઈએ નહિ;” તેઓએ દેશનાં સર્વ સભાસ્થાનોને બાળી નાખ્યાં છે.
|
9. અમારા ચિહ્નનો અમારી દષ્ટિએ પડતાં નથી; પ્રબોધક કોઈ રહ્યો જ નથી; આવું ક્યાં સુધી ચાલશે, તે જાણનાર અમારામાં કોઈ નથી.
|
22. હે ઈશ્વર, તમે ઊઠો, તમારા પોતાના પક્ષની હિમાયત કરો; મૂર્ખ માણસ આખો દિવસ તમને મહેણાં મારે છે, તે યાદ કરો.
|
23. તમારા શત્રુઓની વાણી, અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.
|