પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ઊત્પત્તિ
1. હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્‍ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”
2. સ્‍ત્રીએ સર્પને કહ્યું, “વાડીના વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે;
3. પણ ઈશ્વરે કહ્યું છે, ‘વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, ’ રખેને તમે મરો.”
4. અને સર્પે સ્‍ત્રીને કહ્યું, “તમે નહિ જ મરશો;
5. કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂડું જાણનારાં થશો.”
6. અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.
7. ત્યારે તે બન્‍નેની આંખો ઊઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે “અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યાં.
8. અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દષ્ટિથી વાડીનાં વૃક્ષોમાં સંતાઈ ગયાં.
9. અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, “તું ક્યાં છે?”
10. અને તેણે કહ્યું, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો, ને હું નગ્ન હતો તે માટે બીધો; અને હું સંતાઈ ગયો.”
11. અને ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે તેં ખાધું છે શું?”
12. અને આદમે કહ્યું, “મારી સાથે રહેવા માટે જે સ્‍ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું.
13. અને યહોવા ઈશ્વરે સ્‍ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું છે?” અને સ્‍ત્રીએ કહ્યું, “સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.”
14. અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે.
15. અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”
16. સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”
17. અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે.
18. તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે.
19. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”
20. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા [એટલે સજીવ] પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી.
21. અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્‍ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં.
22. અને યહોવા ઈશ્વરે કહ્યું, “જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.”
23. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો
24. અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.

Notes

No Verse Added

Total 50 Chapters, Current Chapter 3 of Total Chapters 50
ઊત્પત્તિ 3
1. હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્‍ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ખાવું?”
2. સ્‍ત્રીએ સર્પને કહ્યું, “વાડીના વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે;
3. પણ ઈશ્વરે કહ્યું છે, ‘વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, રખેને તમે મરો.”
4. અને સર્પે સ્‍ત્રીને કહ્યું, “તમે નહિ મરશો;
5. કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂડું જાણનારાં થશો.”
6. અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.
7. ત્યારે તે બન્‍નેની આંખો ઊઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે “અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યાં.
8. અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દષ્ટિથી વાડીનાં વૃક્ષોમાં સંતાઈ ગયાં.
9. અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, “તું ક્યાં છે?”
10. અને તેણે કહ્યું, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો, ને હું નગ્ન હતો તે માટે બીધો; અને હું સંતાઈ ગયો.”
11. અને ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે તેં ખાધું છે શું?”
12. અને આદમે કહ્યું, “મારી સાથે રહેવા માટે જે સ્‍ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું.
13. અને યહોવા ઈશ્વરે સ્‍ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું છે?” અને સ્‍ત્રીએ કહ્યું, “સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.”
14. અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે.
15. અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”
16. સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”
17. અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે.
18. તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે.
19. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”
20. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી.
21. અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્‍ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં.
22. અને યહોવા ઈશ્વરે કહ્યું, “જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.”
23. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો
24. અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.
Total 50 Chapters, Current Chapter 3 of Total Chapters 50
×

Alert

×

gujarati Letters Keypad References