1. વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.
|
4. અને પહેલા સમૂહનો જે છેલ્લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે તું એમ જ કર.
|
5. એક પડદામાં તું પચાસ નાકાં બનાવ, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં બનાવ; નાકાં એકબીજાની સામસામે આવે.
|
9. અને તું પાંચ પડદાને એકબીજા સાથે જોડી દે, ને છ પડદાને એકબીજા સાથે જોડી દે, ને તંબુને મોખરે તું છઠ્ઠો પડદો બેવડો વાળ.
|
10. અને સમૂહનો જે છલ્લો પડદો તેની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, એમ તું બનાવ.
|
12. અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે.
|
13. અને તંબુના પડદાની લંબાઇમાંથી જે એક બાજુએ હાથભર ને બીજી બાજુએ હાથભર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ ઉપર, એટલે આ બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે.
|
14. અને ઘેટાંનાં લાલ રંગેલા ચામડાનું તંબુને માટે તું આચ્છાદન કર, ને તે ઉપર તું સીલ માછલી નાં ચામડાંનું આચ્છાદન બનાવ.
|
19. અને તે વીસ પાટિયા નીચે તું રૂપાની ચાળીસ કૂંભી બનાવ; એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, અને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, એ પ્રમાણે.
|
24. અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ જ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; એ પ્રમાણે તે બન્નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય.
|
27. ને મંડળીની બીજી બાજુનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો, ને મંડપના પશ્ચિમ તરફના પાછલા ભાગનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો.
|
29. અને તું પાટિયાંને સોનાથી મઢ, ને ભૂંગળોને રહેવા માટે તું તેમને માટે સોનાનાં કડાં બનાવ; અને ભૂંગળોને તું સોનાથી મઢ.
|
31. વળી તું નીલ તથા જાબુંડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળો બનાવવો.
|
32. અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર થાંભલા પર લટકાવ, તેઓના આંકડા સોનાના, ને તેઓની કૂંભીઓ રૂપાની હોય.
|
33. અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.
|
35. અને તું પડદાની બહારની બાજુએ મેજ, ને મંડપની દક્ષિણ બાજુએ મેજની સામે દીપવૃક્ષ રાખ; અને ઉત્તર બાજુએ તું મેજ મૂક.
|
36. અને મંડપના બારણાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બુટ્ટાદાર પડદો તું બનાવ.
|
37. અને પડદાને માટે બાવળના પાંચ થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ, તેઓના આંકડા સોનાના હોય; અને તેઓને માટે તું પિત્તળની ઢાળેલી પાંચ કૂંભી બનાવ.
|