પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
પુનર્નિયમ
1. તે સમયે યહોવાએ મને કહ્યું, “તું પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડીને પર્વત પર મારી હજૂરમાં આવ, ને લાકડાનો એક કોશ બનાવ.
2. અને પહેલી પાટીઓ જે તેં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતાં તે હું એ પાટીઓ પર લખીશ, ને તું તેઓને કરારકોશમાં રાખી મૂકજે.”
3. તેથી મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો, ને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી, અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને, હું પહાડ પર ચઢ્યો.
4. અને જે દશ હુકમો યહોવાએ સભાને દિવસે પર્વત ઉપર અગ્નિજ્વાળા મધ્યે તમને કહ્યા, તે તેમણે તે પાટીઓ ઉપર પહેલા લેખ પ્રમાણે લખ્યા. અને યહોવાએ તે મને આપી.
5. અને હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મૂકી. અને યહોવાએ મને આ આપી હતી તે પ્રમાણે તેઓ ત્યાં છે.
6. [અને ઇઝરાયલી લોકો બેરોથ બેની-યાકાનથી ઊપડીને મોસેરા આવ્યા. ત્યાં હારુન મરણ પામ્યો, ને ત્યાં તે દટાયો. અને તેની જગાએ તેના પુત્ર એલાઝારે યાજકપદની સેવા બજાવી.
7. ત્યાંથી તેઓ ગુદગોદામાં ગયા. અને ગુદગોદાથી નીકળીને યોટબાથા કે જે પાણીનાં નાણાંવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા.
8. તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.
9. તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે તેને કહ્યું તેમ યહોવ પોતે તેનો વારસો છે.]
10. અને પહેલાંની પેઠે હું ચાળીસ રાતદિવસ પર્વત પર રહ્યો; અને યહોવાએ તે વખતે પણ મારું સાંભળીને તારો નાશ ન કર્યો.
11. અને યહોવાએ મને કહ્યું, “ઊઠ, લોકોની આગળ આગળ ચાલ, એટલે જે દેશ તેઓને આપવાની મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરીને તેનું વતન પ્રાપ્ત કરે.”
12. અને હવે, હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે, ને તેમના પર પ્રેમ કરે, ને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે,
13. અને યહોવાની જે આજ્ઞાઓ, તેમના વિધિઓ, હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે તે સિવાય યહોવા તારા ઈશ્વર તારી પાસે શું માગે છે?
14. જો, આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ, તેયહોવા તારા ઈશ્વરનું છે.
15. તોપણ તારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાને સારું લાગ્યું, ને તેમણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા, જેમ આજે છે તેમ.
16. માટે તમે તમારા હ્રદયની સુન્‍નત કરો, અને આજથી હઠીલાપણું છોડી દો.
17. કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.
18. તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્‍ન તથા વસ્‍ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે,
19. માટે તમારે પરદેશી પર પ્રેમ રાખવો, કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા.
20. તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.
21. તે જ તારું સ્‍તોત્ર છે, ને તે જ તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે આ મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે.
22. તારા પિતૃઓ બધા મળીને સિત્તેર મનુષ્યો મિસરમાં ગયા હતા, અને હાલ યહોવા તારા ઈશ્વરે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે.

Notes

No Verse Added

Total 34 Chapters, Current Chapter 10 of Total Chapters 34
પુનર્નિયમ 10
1. તે સમયે યહોવાએ મને કહ્યું, “તું પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડીને પર્વત પર મારી હજૂરમાં આવ, ને લાકડાનો એક કોશ બનાવ.
2. અને પહેલી પાટીઓ જે તેં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતાં તે હું પાટીઓ પર લખીશ, ને તું તેઓને કરારકોશમાં રાખી મૂકજે.”
3. તેથી મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો, ને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી, અને બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને, હું પહાડ પર ચઢ્યો.
4. અને જે દશ હુકમો યહોવાએ સભાને દિવસે પર્વત ઉપર અગ્નિજ્વાળા મધ્યે તમને કહ્યા, તે તેમણે તે પાટીઓ ઉપર પહેલા લેખ પ્રમાણે લખ્યા. અને યહોવાએ તે મને આપી.
5. અને હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મૂકી. અને યહોવાએ મને આપી હતી તે પ્રમાણે તેઓ ત્યાં છે.
6. અને ઇઝરાયલી લોકો બેરોથ બેની-યાકાનથી ઊપડીને મોસેરા આવ્યા. ત્યાં હારુન મરણ પામ્યો, ને ત્યાં તે દટાયો. અને તેની જગાએ તેના પુત્ર એલાઝારે યાજકપદની સેવા બજાવી.
7. ત્યાંથી તેઓ ગુદગોદામાં ગયા. અને ગુદગોદાથી નીકળીને યોટબાથા કે જે પાણીનાં નાણાંવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા.
8. તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.
9. તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે તેને કહ્યું તેમ યહોવ પોતે તેનો વારસો છે.
10. અને પહેલાંની પેઠે હું ચાળીસ રાતદિવસ પર્વત પર રહ્યો; અને યહોવાએ તે વખતે પણ મારું સાંભળીને તારો નાશ કર્યો.
11. અને યહોવાએ મને કહ્યું, “ઊઠ, લોકોની આગળ આગળ ચાલ, એટલે જે દેશ તેઓને આપવાની મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરીને તેનું વતન પ્રાપ્ત કરે.”
12. અને હવે, હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે, ને તેમના પર પ્રેમ કરે, ને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે,
13. અને યહોવાની જે આજ્ઞાઓ, તેમના વિધિઓ, હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે તે સિવાય યહોવા તારા ઈશ્વર તારી પાસે શું માગે છે?
14. જો, આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ, તેયહોવા તારા ઈશ્વરનું છે.
15. તોપણ તારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાને સારું લાગ્યું, ને તેમણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા, જેમ આજે છે તેમ.
16. માટે તમે તમારા હ્રદયની સુન્‍નત કરો, અને આજથી હઠીલાપણું છોડી દો.
17. કેમ કે યહોવા તમારા ઈશ્વર તે તો દેવોના ઈશ્વર તથા ધણીઓના ધણી, મોટા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી.
18. તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્‍ન તથા વસ્‍ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે,
19. માટે તમારે પરદેશી પર પ્રેમ રાખવો, કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા.
20. તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની સેવા તું કર, અને તેમને તું વળગી રહે, ને તેમને નામે તું પ્રતિજ્ઞા લે.
21. તે તારું સ્‍તોત્ર છે, ને તે તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે.
22. તારા પિતૃઓ બધા મળીને સિત્તેર મનુષ્યો મિસરમાં ગયા હતા, અને હાલ યહોવા તારા ઈશ્વરે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે.
Total 34 Chapters, Current Chapter 10 of Total Chapters 34
×

Alert

×

gujarati Letters Keypad References