પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ગીતશાસ્ત્ર
1. હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો? જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ; તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે! ને દેહ તલપે છે.
2. તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા, પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3. કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4. હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ, ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5. મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું, અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6. જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7. તમે મને સહાય કરી છે, અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8. મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
9. જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10. તેઓ તરવારથી માર્યા જશે, અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11. પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 63 / 150
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો? જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ; તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે! ને દેહ તલપે છે. 2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા, પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું. 3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું. 4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ, ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ. 5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું, અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું. 6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે. 7 તમે મને સહાય કરી છે, અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ. 8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે. 9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે. 10 તેઓ તરવારથી માર્યા જશે, અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે. 11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 63 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References