પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; [આ] વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.
2. હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.
3. જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [ત્યારે] ઈશ્વર આકાશથી [સહાય] મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.
4. મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.
5. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો [થાઓ].
6. તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)
7. હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે, મારું હ્રદય દઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8. રે, મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો, હું તો પ્રભાતમાં વહેલો જાગીશ.
9. હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10. કેમ કે તમારી કૃપા આકાશે પહોંચે, અને તમારી સત્યતા આભમાં પહોંચે, એટલી મોટી છે.
11. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો [થાઓ].

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 57 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 57:5
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.
2. હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.
3. જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશથી સહાય મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.
4. મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં મારે માટે ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.
5. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
6. તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)
7. હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે, મારું હ્રદય દઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8. રે, મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો, હું તો પ્રભાતમાં વહેલો જાગીશ.
9. હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10. કેમ કે તમારી કૃપા આકાશે પહોંચે, અને તમારી સત્યતા આભમાં પહોંચે, એટલી મોટી છે.
11. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
Total 150 Chapters, Current Chapter 57 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References