1. ચઢવાનું ગીત. મારા દુ:ખમાં મેં યહોવાને પોકાર કર્યો, અને તેમણે મારું સાંભળ્યું.
2. હે યહોવા, જૂઠા હોઠોથી તથા કપટી જીભથી મારા આત્માને બચાવો.
3. રે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ થશે?
4. પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].
5. મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!
6. જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
7. હું શાંતિ ચાહું છું; પણ જ્યારે હું બોલું છું ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.