1. હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.
|
2. હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.
|
4. કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”
|
5. પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે.
|
6. તે માટે મારા લોકો મારું નામ જાણશે; અને, હું આ રહ્યો, એવું બોલનાર તે હું છું, એમ તે દિવસે તેઓ જાણશે.”
|
7. જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!
|
8. સાંભળ, તારા ચોકીદારોની વાણી! તેઓ મોટે સાદે પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે; કેમ કે યહોવા શી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જુએ છે.
|
9. યરુશાલેમનાં ખંડિયેર, તમે બધા હર્ષનાદ કરવા માંડો; કેમ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.
|
10. યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે કરેલું તારણ જોશે.
|
11. જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;
|
12. કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.
|
14. જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા (તેનો ચહેરો અને તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે તે જાણે માણસ જ ન હોય),
|
15. તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.
|