પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
રોમનોને પત્ર
1. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણે શક્તિમાનોની ફરજ છે.
2. આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે [તેની] ઉન્‍નતિને અર્થે ખુશ કરવો.
3. કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા; પણ લખ્યા પ્રમાણે [તેમને થયું], એટલે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.”
4. કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ [મળવા] ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.
5. તમે એકચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો, મહિમા પ્રગટ કરો.
6. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ, એવું [વરદાન] ધીરજ તથા દિલાસાના દાતાર ઈશ્વર તમને આપો.
7. માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો.
8. વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે,
9. અને વળી વિદેશીઓ પણ તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્‍નતીઓના સેવક થયા. લખેલું છે, “એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનું ગીત ગાઈશ.”
10. વળી તે કહે છે, “ઓ વિદેશીઓ, તમે તેમના લોકોની સાથે આનંદ કરો.”
11. વળી, “ઓ સર્વ વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો. અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.”
12. વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”
13. હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.
14. વળી મારા ભાઈઓ, મને તમારે વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્‍ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.
15. એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય, માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં,
16. એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં [આ પત્ર] તમારા પર લખ્યો છે.
17. તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરવાનું કારણ છે.
18. કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી, વાણી અને કાર્ય વડે, ચિહ્નો તથા અદભુત કૃત્યોના પ્રભાવથી, વિદેશીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું ધરીશ નહિ.
19. એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].
20. અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ [જાણવામાં આવ્યું] હતું ત્યાં [બોધ કરવો] નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું.
21. લખેલું છે, “જેઓને તેમના સંબંધીના સમાચાર મળ્યા નહોતા તેઓ જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.”
22. તે જ કારણથી તમારી પાસે આવતાં મને આટલી બધી વાર રોકાણ થયું છે.
23. પણ હવે આ પ્રાંતોમાં મારે માટે કોઈ‍‍ સ્થળ બાકી રહ્યું નથી, અને ઘણાં વરસથી તમારી પાસે આવવાની મારી અભિલાષા છે.
24. માટે જ્યારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ.] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.)
25. પણ હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરુશાલેમ જાઉં છું.
26. કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના [ભાઈઓ] ને સારું લાગ્યું.
27. તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના‌ ઋણી છે. કેમ કે જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગિયા થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.
28. તેથી એ કામ પૂરું કરીને અને એ ફળ તેઓને ચોકકસ પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.
29. હું જાણું છું કે તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ.
30. હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,
31. હું યહૂદિયામાંના અવિશ્વાસીઓ [ના હુમલા] થી બચી જાઉં, અને યરુશાલેમ જઈને સંતોને માટે જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે.
32. અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.
33. તમો સર્વની સાથે હો, આમીન.

Notes

No Verse Added

Total 16 Chapters, Current Chapter 15 of Total Chapters 16
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16
રોમનોને પત્ર 15:4
1. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે કરવું, આપણે શક્તિમાનોની ફરજ છે.
2. આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે તેની ઉન્‍નતિને અર્થે ખુશ કરવો.
3. કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા; પણ લખ્યા પ્રમાણે તેમને થયું, એટલે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.”
4. કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવા ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.
5. તમે એકચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો, મહિમા પ્રગટ કરો.
6. માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક મનના થાઓ, એવું વરદાન ધીરજ તથા દિલાસાના દાતાર ઈશ્વર તમને આપો.
7. માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો.
8. વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે,
9. અને વળી વિદેશીઓ પણ તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્‍નતીઓના સેવક થયા. લખેલું છે, “એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનું ગીત ગાઈશ.”
10. વળી તે કહે છે, “ઓ વિદેશીઓ, તમે તેમના લોકોની સાથે આનંદ કરો.”
11. વળી, “ઓ સર્વ વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો. અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.”
12. વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”
13. હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.
14. વળી મારા ભાઈઓ, મને તમારે વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્‍ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.
15. છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય, માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં,
16. કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં પત્ર તમારા પર લખ્યો છે.
17. તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરવાનું કારણ છે.
18. કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી, વાણી અને કાર્ય વડે, ચિહ્નો તથા અદભુત કૃત્યોના પ્રભાવથી, વિદેશીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું ધરીશ નહિ.
19. એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે વિષે હું બોલીશ.
20. અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું.
21. લખેલું છે, “જેઓને તેમના સંબંધીના સમાચાર મળ્યા નહોતા તેઓ જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.”
22. તે કારણથી તમારી પાસે આવતાં મને આટલી બધી વાર રોકાણ થયું છે.
23. પણ હવે પ્રાંતોમાં મારે માટે કોઈ‍‍ સ્થળ બાકી રહ્યું નથી, અને ઘણાં વરસથી તમારી પાસે આવવાની મારી અભિલાષા છે.
24. માટે જ્યારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ. (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.)
25. પણ હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરુશાલેમ જાઉં છું.
26. કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ ઉઘરાણું કરવું, મકદોનિયાના તથા અખાયાના ભાઈઓ ને સારું લાગ્યું.
27. તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના‌ ઋણી છે. કેમ કે જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગિયા થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી તેઓની પણ ફરજ છે.
28. તેથી કામ પૂરું કરીને અને ફળ તેઓને ચોકકસ પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.
29. હું જાણું છું કે તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ.
30. હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,
31. હું યહૂદિયામાંના અવિશ્વાસીઓ ના હુમલા થી બચી જાઉં, અને યરુશાલેમ જઈને સંતોને માટે જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે.
32. અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.
33. તમો સર્વની સાથે હો, આમીન.
Total 16 Chapters, Current Chapter 15 of Total Chapters 16
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16
×

Alert

×

gujarati Letters Keypad References