પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ઊત્પત્તિ
1. યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી.
2. સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું.
3. સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું.
4. અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી.
5. જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી.
6. અને સારાએ કહ્યું, “દેવે મને સુખનાં દિવસ આપ્યા છે. જે કોઈ વ્યકિત આ સાંભળશે તે પણ માંરી સાથે પ્રસન્ન થશે.
7. કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”
8. હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી.
9. પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો.
10. તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”
11. આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો.
12. પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે.
13. પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”
14. તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.
15. થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું.
16. હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.
17. દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ,
18. ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”
19. પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.
20. બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો.
21. તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.
22. તે સમયે અબીમેલેખ તેના સેનાપતિ ફીકોલ સાથે જઈ ઇબ્રાહિમને કહ્યું, “તું જે કાંઈ કહે છે તેમાં દેવ તને સહાય કરે છે.
23. તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અનેે હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.”
24. ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હું વચન આપું છું કે, તેં જે વ્યવહાર માંરી સાથે કર્યો છે એવો જ વ્યવહાર હું તારી સાથે પણ રાખીશ.”
25. ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. કારણ કે અબીમેલેખના નોકરોએ એક કૂવો પડાવી લીધો હતો.
26. અબીમેલેખે કહ્યું, “આના વિષે મેં પહેલી વાર સાંભળ્યું છે. મને ખબર નથી કે, આ કોણે કર્યુ છે અને તેં મને કહ્યું નથી, અને આજપર્યત માંરે કાને આવ્યું નથી.”
27. એટલે ઈબ્રાહિમ અને અબીમેલેખે એક સંધિ કરી. ઇબ્રહિમે સંધિના પ્રમાંણના રૂપમાં અબીમેલેખને ઘેટાં-બકરાં અને બળદો આપ્યાં.
28. ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી.
29. અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”
30. ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે.
31. એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.
32. આ રીતે બેર-શેબામાં અબીમેલેખે ઇબ્રાહિમ સાથે સંધિ કરી. પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તિઓના પ્રદેશમાં પાછા ગયા.
33. ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી.
34. અને ઇબ્રાહિમ પલિસ્તીઓની ભૂમિમાં ઘણો સમય રહ્યો.
Total 50 પ્રકરણો, Selected પ્રકરણ 21 / 50
1 યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી. 2 સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું. 3 સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું. 4 અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી. 5 જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી. 6 અને સારાએ કહ્યું, “દેવે મને સુખનાં દિવસ આપ્યા છે. જે કોઈ વ્યકિત આ સાંભળશે તે પણ માંરી સાથે પ્રસન્ન થશે. 7 કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.” 8 હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી. 9 પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો. 10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.” 11 આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો.
12 પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે.
13 પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.” 14 તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી. 15 થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું. 16 હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી. 17 દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ, 18 ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.” 19 પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું. 20 બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો. 21 તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું. 22 તે સમયે અબીમેલેખ તેના સેનાપતિ ફીકોલ સાથે જઈ ઇબ્રાહિમને કહ્યું, “તું જે કાંઈ કહે છે તેમાં દેવ તને સહાય કરે છે. 23 તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અનેે હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.” 24 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હું વચન આપું છું કે, તેં જે વ્યવહાર માંરી સાથે કર્યો છે એવો જ વ્યવહાર હું તારી સાથે પણ રાખીશ.” 25 ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. કારણ કે અબીમેલેખના નોકરોએ એક કૂવો પડાવી લીધો હતો. 26 અબીમેલેખે કહ્યું, “આના વિષે મેં પહેલી વાર સાંભળ્યું છે. મને ખબર નથી કે, આ કોણે કર્યુ છે અને તેં મને કહ્યું નથી, અને આજપર્યત માંરે કાને આવ્યું નથી.” 27 એટલે ઈબ્રાહિમ અને અબીમેલેખે એક સંધિ કરી. ઇબ્રહિમે સંધિના પ્રમાંણના રૂપમાં અબીમેલેખને ઘેટાં-બકરાં અને બળદો આપ્યાં. 28 ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી. 29 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?” 30 ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે. 31 એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા. 32 આ રીતે બેર-શેબામાં અબીમેલેખે ઇબ્રાહિમ સાથે સંધિ કરી. પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તિઓના પ્રદેશમાં પાછા ગયા. 33 ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી. 34 અને ઇબ્રાહિમ પલિસ્તીઓની ભૂમિમાં ઘણો સમય રહ્યો.
Total 50 પ્રકરણો, Selected પ્રકરણ 21 / 50
×

Alert

×

Gujarati Letters Keypad References