2. “તું પોતાને માટે રૂપાનાં બે રણશિંગડાં બનાવ. તે ઘડતર કામનાં બનાવ. અને તું તેઓને લોકોને બોલાવવાના તથા છાવણીઓને ચાલી નીકળવાના કામમાં લે.
|
6. અને તમે બીજી વાર ભયસૂચક રણશિંગડું વગાડો, ત્યારે દક્ષિણ બાજુએ પડેલી છાવણીઓ ચાલી નીકળે. છાવણીઓને ચાલી નીકળવાને માટે તેઓ ભયસૂચક રણશિંગડું વગાડે.
|
8. અને હારુનના દિકરા, એટલે યાજકો, રણશિંગડાં વગાડે. અને તેઓ તમારી વંશપરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય.
|
9. અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. અને યહોવા તમારા ઈશ્વરની હજૂરમાં તમારું સ્મરણ કરવામાં આવશે, ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો.
|
10. અને તમારા ઉત્સવને દિવસે ને તમારાં ઠરાવેલા પર્વોએ, ને તમારા માસોના આરંભમાં, તમે તમારાં દહનીયાર્પણો પર તથા તમારાં શાંત્યર્પણોના યજ્ઞ પર રણશિંગડાં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારા માટે સ્મરણાર્થે થશે. હું યહોવા તમારો ઈશ્વર છું.
|
12. અને ઇઝરાયલી લોકો સિનાઈના અરણ્યમાંથી પોતાની કૂચ પર ચાલી નીકળ્યા. અને પારાનના અરણ્યમાં મેઘ થોભ્યો.
|
14. અને પહેલી યહૂદાના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી આમિનાદાબનો દિકરો નાહશોન હતો.
|
18. પછી રૂબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી શદેઉરનો દિકરો અલીસૂર હતો.
|
21. પછી કહાથીઓ પવિત્રસ્થાનને ઊંચકીને ચાલ્યા. અને તેઓ જઈ પહોંચે તે પહેલાં પેલા બીજાઓએ મંડપને ઊભો કર્યો.
|
22. પછી એફ્રાઈમના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્ય પર આમિહુદનો દિકરો અલિશામા હતો.
|
25. પછી દાનના પુત્રોની છાવણીની ધજા તેમનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી, સર્વ છાવણીઓનાં સૈન્યોમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમિશાદ્દાઈનો દિકરો અહિયેઝેર હતો.
|
29. અને મૂસાના સસરા મિદ્યાની દુએલના દિકરા હોબાબને મૂસાએ કહ્યું, “જે ઠેકાણ સંબંધી યહોવાએ અમને કહ્યું, ‘તે હું તમને આપીશ, ’ ત્યાં જવા માટે અમે કૂચ કરીએ છીએ. તું અમારી સાથે ચાલ, ને અમે તારું ભલું કરીશું; કેમ કે યહોવાએ ઇઝરાયલનું ભલું કરવાનું કહ્યું છે.”
|
31. અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને અમને મૂકીને ન જા. કેમ કે અરણ્યમાં અમારે કિઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે માટે આંખોની ગરજ સારશે.
|
32. અને જો તું અમારી સાથે આવીશ, તો એમ થશે, હા એમ થશે કે, યહોવા અમારું જે કંઈ ભલું કરશે તે અમે તારું કરીશું.”
|
33. અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ કાપ્યો. અને એ ત્રણ દિવસમાં યહોવાનો કરારકોશ તેઓને માટે વિશ્રામસ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો.
|
35. અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”
|