10. માટે, હે સમજુ માણસો, તમે મારું સાંભળો. દુષ્ટતા કરવી એ ઈશ્વરથી અળગું રહો. અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર થાઓ.
|
19. તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.
|
20. એક પળમાં, મધરાતે, તેઓ મરી જાય છે. લોકોને આંચકો લાગે છે એટલે તેઓ લોપ થઈ જાય છે. બળવાનો કોઈ પણ માણસના કર્યા સિવાય નાશ પામે છે,
|
23. કેમ કે માણસ ઈશ્વરની હજૂરમાં ન્યાયાસન આગળ ખડો થાય, ત્યારે તેને માટે તેમને વિચાર કરવાને કશો વિલંબ લાગતો નથી.
|
25. માટે તે તેઓનાં કામોની ખબર લે છે. અને તે તેમને રાતમાં એવા પાયમાલ કરે છે કે તેમનો વિનાશ થઈ જાય છે.
|
29. જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?
|
32. અથવા ‘જે હું સમજતો નથી તે તમે મને શીખવો. જો મેં અન્યાય કર્યો હોય, તો હું હવે પછી એવું કરીશ નહિ.’
|
33. તું તેમનો ઈનકાર કરે છે, માટે શું તે તારી મરજી પ્રમાણે બદલો આપે? કેમ કે તારે જ પસંદ કરવું જોઈએ, અને મારે નહિ; માટે જે કંઈ તું જાણતો હોય, તે બોલ.
|
37. કેમ કે તે પોતાના પાપમાં દંગાનો ઉમેરો કરે છે, તે આપણા દેખતાં તાળીઓ પાડે છે, અને ઈશ્વરની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”
|