પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; અને લોકો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે ત્યારે બોલે; આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે શમીપ આવીએ.
2. કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે કે જેને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાના પગ પાસે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે, અને રાજાઓ પર એને અધિકાર આપે છે, તે તેમને ધૂળની જેમ એની તરવારને, ને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.
3. તે તેઓની પછવાડે પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડયાં નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
4. કોણે આ કાર્ય કર્યું છે? જે આરંભથી [મનુષ્યોને] પેઢીઓને બોલાવે છે તેણે. હું યહોવા આદિ છું, ને છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.
5. બેટો જોઈને બીધા; પૃથ્વીના છેડા ધ્રુજ્યા; તેઓ પાસે આવીને હાજર થયા.
6. તેઓએ એક બીજાને મદદ કરી; અને ભાઈએ ભાઈને કહ્યું, “હિંમત રાખ.”
7. કારીગરે સોનીને હિંમત આપી, હથોડીથી લીસું કરનારે એરણ પર [ઘણ] મારનારને ઝાળણ સારું છે એમ કહીને હિંમત આપી; અને તેણે [મૂર્તિને] ખીલાથી સજજડ કરી કે તે ડગે નહિ.
8. પણ હે મારા સેવક, ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ;
9. મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે, અને તને કહેલું છે કે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી;
10. તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.
11. જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે; તારી સાથે લડનારાં નહિ સરખાં થશે ને વિનાશ પામશે.
12. જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ. તારી સામે લડનાર માણસ નહિ સરખાં, તથા શૂન્ય જેવાં થશે.
13. કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ નહિ; હું તને સહાય કરીશ.
14. હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.
15. જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.
16. તું તેઓને ઊપણશે, વાયુ તેઓને ઉડાવશે, ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે; તું યહોવામાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં વડાઈ કરીશ.
17. દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી, તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે; હું યહોવા તેમને ઉત્તર આપીશ, હું ઇઝરાયલનો ઈશ્વર તેમને તજીશ નહિ.
18. હું ઉજજડ ડુંગરો પર નાળાં, ને ખીણોમાં કૂવા કરીશ; હું અરણ્યને પાણીનું તળાવ, ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
19. હું અરણ્યમાં એરેજવૃક્ષ, બાવળ, મેંદી તથા તૈલીવૃક્ષ રોપીશ; હું વનમાં દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ ભેગાં મૂકીશ;
20. જેથી તેઓ આ બધું જુએ, ને જાણે, ને ધ્યાન આપે, ને સમજે કે, યહોવાના હાથે એ કર્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વરે] એને ઉત્તન્ન કર્યું છે.”
21. યહોવા કહે છે, “તમારો દાવો રજૂ કરો.” યાકૂબનો રાજા કહે છે, “તમારી દલીલો જાહેર કરો!”
22. તેમને તેઓ રજૂ કરે, એટલે પછી શું થનાર છે તે અમે જાણીએ; પ્રથમ જે જે બિનાઓ બની તે કહો, એટલે અમે તેના વિષે વિચાર કરીએ; અથવા તો જે જે થનાર છે તે તેઓ જણાવે, જેથી છેવટે પરિણામ શું આવશે તે અમે જાણીએ.
23. હવે પછી જે જે બિનાઓ બનવાની છે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; વળી સારું કરો કે ભૂંડું કરો કે, અમે આશ્ચર્ય પામીને તે જોઈએ.
24. જુઓ, તમે કંઈ જ નથી, ને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.
25. મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે ને તે આવ્યો છે; એટલે સૂર્યોદય [ની જગાએ] થી મારે નામે વિનંતી કરનાર [આવ્યો છે]; અને જેમ કોઈ કાદવને ગૂંદે છે, જેમ કુંભાર માટીને ગૂંદે છે, તેમ તે અધિપતિઓને ગૂંદશે.
26. અમે જાણીએ એમ પહેલાંથી કોણે ખબર આપી છે? અમે કહીએ કે તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું? ખબર આપનાર કોઈ નથી, સંભળાવનાર કોઈ નથી, તમારાં વચનો સાંભળનાર કોઈ નથી.
27. સિયોનને હું પ્રથમ [કહેનાર] છું કે, જો, તેઓને જો; અને હું યરુશાલેમને વધામણી઼ કહેનાર મોકલી આપીશ.
28. જ્યારે હું જોઉ છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી; તેઓમાં એવો કોઈ મંત્રી પણ નથી કે હું જ્યારે તેઓને પૂછું ત્યારે તેઓ ઉત્તર આપે.
29. તેઓ સર્વ વ્યર્થ છે, તેઓનાં કામ શૂન્ય જ છે; તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ [જેવી] તથા શૂન્યવત છે.

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 41 of Total Chapters 66
યશાયા 41
1. ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; અને લોકો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે ત્યારે બોલે; આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે શમીપ આવીએ.
2. કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે કે જેને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાના પગ પાસે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે, અને રાજાઓ પર એને અધિકાર આપે છે, તે તેમને ધૂળની જેમ એની તરવારને, ને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.
3. તે તેઓની પછવાડે પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડયાં નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
4. કોણે કાર્ય કર્યું છે? જે આરંભથી મનુષ્યોને પેઢીઓને બોલાવે છે તેણે. હું યહોવા આદિ છું, ને છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.
5. બેટો જોઈને બીધા; પૃથ્વીના છેડા ધ્રુજ્યા; તેઓ પાસે આવીને હાજર થયા.
6. તેઓએ એક બીજાને મદદ કરી; અને ભાઈએ ભાઈને કહ્યું, “હિંમત રાખ.”
7. કારીગરે સોનીને હિંમત આપી, હથોડીથી લીસું કરનારે એરણ પર ઘણ મારનારને ઝાળણ સારું છે એમ કહીને હિંમત આપી; અને તેણે મૂર્તિને ખીલાથી સજજડ કરી કે તે ડગે નહિ.
8. પણ હે મારા સેવક, ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ;
9. મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે, અને તને કહેલું છે કે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી;
10. તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.
11. જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે; તારી સાથે લડનારાં નહિ સરખાં થશે ને વિનાશ પામશે.
12. જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ. તારી સામે લડનાર માણસ નહિ સરખાં, તથા શૂન્ય જેવાં થશે.
13. કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ નહિ; હું તને સહાય કરીશ.
14. હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.
15. જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.
16. તું તેઓને ઊપણશે, વાયુ તેઓને ઉડાવશે, ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે; તું યહોવામાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વર માં વડાઈ કરીશ.
17. દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી, તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે; હું યહોવા તેમને ઉત્તર આપીશ, હું ઇઝરાયલનો ઈશ્વર તેમને તજીશ નહિ.
18. હું ઉજજડ ડુંગરો પર નાળાં, ને ખીણોમાં કૂવા કરીશ; હું અરણ્યને પાણીનું તળાવ, ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
19. હું અરણ્યમાં એરેજવૃક્ષ, બાવળ, મેંદી તથા તૈલીવૃક્ષ રોપીશ; હું વનમાં દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ ભેગાં મૂકીશ;
20. જેથી તેઓ બધું જુએ, ને જાણે, ને ધ્યાન આપે, ને સમજે કે, યહોવાના હાથે કર્યું છે, ને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે એને ઉત્તન્ન કર્યું છે.”
21. યહોવા કહે છે, “તમારો દાવો રજૂ કરો.” યાકૂબનો રાજા કહે છે, “તમારી દલીલો જાહેર કરો!”
22. તેમને તેઓ રજૂ કરે, એટલે પછી શું થનાર છે તે અમે જાણીએ; પ્રથમ જે જે બિનાઓ બની તે કહો, એટલે અમે તેના વિષે વિચાર કરીએ; અથવા તો જે જે થનાર છે તે તેઓ જણાવે, જેથી છેવટે પરિણામ શું આવશે તે અમે જાણીએ.
23. હવે પછી જે જે બિનાઓ બનવાની છે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; વળી સારું કરો કે ભૂંડું કરો કે, અમે આશ્ચર્ય પામીને તે જોઈએ.
24. જુઓ, તમે કંઈ નથી, ને તમારાં કામ શૂન્ય છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.
25. મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે ને તે આવ્યો છે; એટલે સૂર્યોદય ની જગાએ થી મારે નામે વિનંતી કરનાર આવ્યો છે; અને જેમ કોઈ કાદવને ગૂંદે છે, જેમ કુંભાર માટીને ગૂંદે છે, તેમ તે અધિપતિઓને ગૂંદશે.
26. અમે જાણીએ એમ પહેલાંથી કોણે ખબર આપી છે? અમે કહીએ કે તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું? ખબર આપનાર કોઈ નથી, સંભળાવનાર કોઈ નથી, તમારાં વચનો સાંભળનાર કોઈ નથી.
27. સિયોનને હું પ્રથમ કહેનાર છું કે, જો, તેઓને જો; અને હું યરુશાલેમને વધામણી઼ કહેનાર મોકલી આપીશ.
28. જ્યારે હું જોઉ છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી; તેઓમાં એવો કોઈ મંત્રી પણ નથી કે હું જ્યારે તેઓને પૂછું ત્યારે તેઓ ઉત્તર આપે.
29. તેઓ સર્વ વ્યર્થ છે, તેઓનાં કામ શૂન્ય છે; તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા શૂન્યવત છે.
Total 66 Chapters, Current Chapter 41 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References