1. મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, મારા બોલવા પર કાન ધરો, મારા ચિંતન પર લક્ષ લગાડો.
|
7. પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ.
|
9. કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
|
10. હે ઈશ્વર, તમે તેઓને અપરાધી ગણો. તેઓ પોતાની જ યુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢો; કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે.
|
11. પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.
|