1. અને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમામ મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
|
2. “ઇઝરાયલી લોકોનાં કુળો પ્રમાણે તથા તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પ્રત્યેક પુરુષની માથાદીઠ ગણતરી કર.
|
3. વીસ વર્ષના ને તેથી વધારે ઉમરના ઇઝરાયલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી, તેમનાં સૈન્યો પ્રમાણે, તું તથા હારુન કરો.
|
5. અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓનાં નામ આ છે: (કુળ) (કુળનો મુખ્ય) રૂબેનમાંનો:સદેઉરનો દિકરો અલીસૂર
|
18. અને બીજા માસને પહેલે દિવસે તેઓએ સમગ્ર પ્રજાને એકત્ર કરી, અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેમના પિતાનાં ઉંમરનાનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી.
|
20. અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા,
|
22. શિમયોનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ ગણતરી થઈ.
|
24. ગાદના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
26. યહૂદાના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્ય પ્રમાણે
|
28. ઇસ્સાખારના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
30. ઝબુલોનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
32. યૂસફના પુત્રોના, એટલે એફ્રાઈમના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા,
|
34. યૂસફપુત્ર મનાશ્શાના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
36. બિન્યામીનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
38. દાનનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
40. આશેરનઅ વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
42. નફતાલીના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
|
44. જેઓની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ પોતપોતાના પિતાના ઘરની વતી હતા.
|
45. અને ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર પ્રમાણે થઈ, એટલે વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન હતા,
|
50. પણ તું લેવીઓને કરારના મંડપ પર તથા તેના બધા સરસામાન પર, તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે, ને મંડપની આસપાસ છાવણી કરે.
|
51. અને મંડપને આગળ ચાલવાનો વખત થાય, ત્યારે લેવીઓ તેને પાડે; અને મંડપ ચોઢવાનો હોય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.
|
52. અને ઇઝરાયલીઓ, પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે, ને પ્રત્યેક માણસ પોતપોતાની ધજાની પાસે, પોતાનાં સૈન્યો પ્રમાણે, પોતપોતાનો તંબુ ઊભો કરે.
|
53. પણ લેવીઓ કરારના મંડપની આસપાસ છાવણી કરે, કે ઇઝરાયલી પ્રજા પર કંઈ કોપ ન આવે. અને લેવીઓ કરારના મંડપની સંભાળ રાખે.”
|