2. મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ કેટલી છે, તે જાણવા માટે તેને માપવાને જાઉં છું.”
|
4. તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં લોકો વસે છે તેવી રીતે તેઓ તેમાં વસશે.
|
6. યહોવા કહે છે, “અરે, અરે, ઉત્તરના દેશમાંથી નાસી છૂટો, કેમ કે યહોવા કહે છે, મેં તમને આકાશના ચાર વાયુની જેમ ફેલાવી દીધા છે.
|
8. કેમ કે સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.
|
9. કેમ કે જુઓ, હું મારો હાથ તેમના પર હલાવીશ, ને જેઓ તેમને તાબે રહેતા હતા તેઓ તેમને લૂંટશે. અને તમે જાણશો કે સૈન્યોના ઇશ્વર યહોવાએ મને મોકલ્યો છે.
|
10. હે સિયોનની પુત્રી, ગાયન તથા આનંદ કર; કેમ કે યહોવા કહે છે, ‘જો, હું આવું છું, ને હું તારી સાથે વાસો કરીશ.
|
11. તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના ઇશ્વર યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.
|