પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે ઈશ્વર, ઇનસાફ કરવાનો તમારો અધિકાર તમે રાજાને આપો, અને રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
2. તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય, અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
3. પર્વતો તથા ડુંગરો ન્યાયીપણે લોકોને શાંતિ આપશે.
4. તે લોકોમાંના દીનોનો ન્યાય કરશે, તે દરિદ્રીઓના દીકરાઓને તારશે, અને જુલમગારને છૂંદી નાખશે.
5. સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
6. જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારાં ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
7. તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.
8. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.
9. અરણ્યવાસીઓ તેમની આગળ નમશે; અને તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
10. તાર્શીશના તથા દરિયાકિનારાના રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સેબાના રાજાઓ નજરાણાં કરશે.
11. સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; અને સર્વ વિદેશીઓ તેમની સેવા કરશે.
12. કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુ:ખી જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.
13. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે.
14. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે;
15. તેઓ જીવશે; અને તેમને શેબાનું સોનું આપવામાં આવશે; તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે; આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં આવશે.
16. દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
17. તેઓનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે; સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે.
18. યહોવા ઈશ્વરને, ઇઝરાયલના ઈશ્વરને, ધન્ય હોજો, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે;
19. સર્વકાળ માટે તેમના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
20. યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ સમાપ્ત થઈ છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 72 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 72

18. યહોવા ઈશ્વરને, ઇઝરાયલના ઈશ્વરને, ધન્ય હોજો, એકલા તે આશ્ચર્યકારક કામો કરે છે;
19. સર્વકાળ માટે તેમના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
20. યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ સમાપ્ત થઈ છે.
Total 150 Chapters, Current Chapter 72 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References