2. બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
|
10. તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ત્યજી દઈશ નહિ; અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા, દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.
|
19. જેમ માણસના ચહેરાની આબેહૂબ છબી પાણીમાં પડે છે, તેમ માણસના હ્રદયનું પ્રતિબિંબ સામા માણસ પર પડે છે.
|
21. રૂપું ગાળવા માટે કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
|
22. જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણિયામાં નાખીને સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.
|
25. સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે, તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે, અને પર્વતોની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
|
27. વળી બકરીઓનું દૂધ તારે માટે તથા તારા ઘરનાને ખાવા માટે, અને તારી દાસીઓના ગુજરાનને માટે પૂરતું થશે.
|