2. ને, કહે કે, તારી મા કોણ હતી? તે તો સિંહણ હતી. તે સિંહોની સાથે પડી રહેતી હતી, તે જુવાન સિંહોની સાથે રહીને પોતાનાં બચ્ચાનું પોષણ કરતી હતી.
|
3. તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને કાળજી રાખીને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.
|
4. આસપાસની પ્રજાઓએ પણ તેને વિષે સાંભળ્યું. તે તેઓની ખાઈમાં સપડાયો; અને તેઓ તેને કડીઓ નાખીને મિસર દેશમાં લઈ ગયા.
|
5. હવે તેણે જાણ્યું કે હું જે આશા રાખતી હતી તે આશા રદ ગઈ છે, ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.
|
6. તે સિંહોની સાતે હરફર કરવા લાગ્યો, તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.
|
7. તેણે તેઓના મહેલોને લૂંટ્યા, ને તેઓનાં નગરોને વેરાન કરી નાખ્યાં; તેની ગર્જનાના અવાજને લીધે દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.
|
8. ત્યારે વિદેશીઓ ચારે તરફના પ્રાંતોમાંથી તેના ઉપર ચઢી આવ્યા. તેઓએ પોતાની જાળ પ્રસારીને તેના ઉપર નાખી; તે તેઓની ખાઈમાં સપડાયો.
|
9. તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો, ને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. ફરીથી તેનો સાદ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે તે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને કેદમાં પૂર્યો.
|
10. તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.
|
11. સત્તાધારીઓના રાજદંડને લાયક તેને મજબૂત સોટા થયા હતા, ને તેનું કદ વધીને તે આભલામાં પહોંચી હતી, ને તેની ડાળીઓના જથાસહિત તે ઊંચી દેખાતી હતી.
|
12. પણ ઈશ્વરના કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.
|
14. તેની ડાળીઓના સોટામાંથી અગ્નિએ પ્રગટ થઈને તેના ફળને ભસ્મ કર્યા છે, તેથી રાજકર્તાનો રાજદંડ બને એવો મજબૂત સોટો તેમાં એકે રહ્યો નથી.” આ તો વિલાપ છે, ને વિલાપ કરવા માટે રહેશે.
|