પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
2 કરિંથીઓને
1. આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓનાં મોંથી હરેક વાત સાબિત થશે.
2. મેં આગળથી કહ્યં છે, અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હુતું તેમ હું હમણાં ગેરહાજર છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે, જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહિ.
3. કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માગો છો; તે તમારા પ્રત્યે અબળ નથી, પણ તમારા પ્રત્યે સમર્થ છે.
4. કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.
5. તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી, જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહિ હોય, તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલે શું તમે પોતે નથી જાણતા?
6. પણ અમને નાપસંદ કરવામાં આવ્યા નથી એ તમે જાણશો, એવી હું આશા રાખું છું.
7. હવે અમે ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ભૂંડું કામ ન કરો. તે અમે પસંદ કરાયેલા દેખાઈએ એ હેતુથી નહિ, પણ એ હેતુથી કે, જોકે અમે નાપસંદ કરાયેલા જેવા હોઈએ, તોપણ તમે સત્કર્મ કર્યા કરો.
8. કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્ય [ના સમર્થન] ને માટે કરીએ છીએ.
9. કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ, પણ તમે સબળ છો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. અને તમે સંપૂર્ણ થાઓ, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
10. જે અધિકાર પ્રભુએ નાશ કરવા માટે નહિ, પણ ઉન્‍નતિ કરવા માટે આપ્યો છે, તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતાઈથી ન વર્તું, એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું.
11. છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.
12. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.
13. સર્વ સંતો તમને સલામ કહે છે.
14. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.???????? 1

Notes

No Verse Added

Total 13 Chapters, Current Chapter 13 of Total Chapters 13
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
2 કરિંથીઓને 13
1. ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓનાં મોંથી હરેક વાત સાબિત થશે.
2. મેં આગળથી કહ્યં છે, અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હુતું તેમ હું હમણાં ગેરહાજર છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે, જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહિ.
3. કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માગો છો; તે તમારા પ્રત્યે અબળ નથી, પણ તમારા પ્રત્યે સમર્થ છે.
4. કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.
5. તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી, જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહિ હોય, તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલે શું તમે પોતે નથી જાણતા?
6. પણ અમને નાપસંદ કરવામાં આવ્યા નથી તમે જાણશો, એવી હું આશા રાખું છું.
7. હવે અમે ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ભૂંડું કામ કરો. તે અમે પસંદ કરાયેલા દેખાઈએ હેતુથી નહિ, પણ હેતુથી કે, જોકે અમે નાપસંદ કરાયેલા જેવા હોઈએ, તોપણ તમે સત્કર્મ કર્યા કરો.
8. કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્ય ના સમર્થન ને માટે કરીએ છીએ.
9. કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ, પણ તમે સબળ છો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. અને તમે સંપૂર્ણ થાઓ, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
10. જે અધિકાર પ્રભુએ નાશ કરવા માટે નહિ, પણ ઉન્‍નતિ કરવા માટે આપ્યો છે, તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતાઈથી વર્તું, માટે ગેરહાજર છતાં હું વાતો લખું છું.
11. છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.
12. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.
13. સર્વ સંતો તમને સલામ કહે છે.
14. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.???????? 1
Total 13 Chapters, Current Chapter 13 of Total Chapters 13
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
×

Alert

×

gujarati Letters Keypad References