પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. જો તું મારી માએ ધવડાવેલો મારો સગો ભાઇ હોત તો કેવું સારું થાત! હું તો કોઇની ચિંતા કર્યા વિના જાહેરમાં તને ચુંબન કરું, અને છતાં આના માટે મને કોઇએ ધિક્કારી ન હોત.
2. હું તને મારી માતાના ઘરમાં લઇ આવત મેં તને મારા દાડમમાંથી નીચોવેલો મસાલેદાર દ્રાક્ષાસવ આપ્યો હોત.
3. તેનો ડાબો હાથ મારા મસ્તક નીચે હોત, અને જમણા હાથથી મને આલિંગન કર્યું હોત.
4. ઓ યરૂશાલેમની યુવતીઓ, મને વચન આપો કે જ્યાં સુધી યોગ્ય સમય ન આવે ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહીં.”
5. પોતાના પ્રીતમ સાથે રણમાંથી આ સ્ત્રી કોણ આવે છે?સફરજનના વૃક્ષ નીચે તારી માતા પ્રસુતિપીડા અનુભવતી હતી અને તેણે ત્યાં જન્મ આપ્યો’ હતો એ વૃક્ષ નીચે જ મેં તારા પ્રેમને જાગૃત કર્યો છે.”
6. મને તારા હૃદયની મુદ્રા તરીકે અથવા તારા હાથ પરની વીંટી તરીકે મને સ્થાપન કર. કારણકે પ્રેમ મૃત્યુ સમાન બળવાન છે અને ઇર્ષા કબર જેવી ક્રૂર છે, અતિ પ્રજવલિત આગની જેમ તે ભડકે બળે છે અને તેની જવાળા ઘણી પ્રબળ છે.
7. ધસમસતાં પાણીનો પ્રવાહ પ્રેમજવાલાને હોલવી શકે નહિ, જળપ્રલયના પાણી એને ખેંચી જતાં નથી! જે વ્યકિત પ્રેમને ખરીદવાનો પ્રયત્ન કરે છે તેને લોકો ધિક્કારે છે. પછી ભલેને તેણે પોતાની સઘળી સંપતિ આપી દીધી હોય તો પણ.
8. અમારે એક નાની બહેન છે, હજી તો એનાં થાન પણ ઉપસ્યાં નથી, હવે એની સગાઇની વાત લઇને કોઇ આવે તો અમારી બહેન માટે અમે શું કરીએ?”
9. જો તે દીવાલ હોય તો, અમે તેને ચાંદીથી શણગારશું અને જો તે પ્રવેશદ્વાર હોય તો અમે તેને પાટીયા વડે ઢાંકીને મઢી દઇએ.”
10. હું દીવાલ છું અને મારા થાન બુરજો જેવાઁ છે, તેની દ્રષ્ટિમાં હું તેને સંતોષ શાંતિ લાવી શકું તેવી છું.
11. સુલેમાનની બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી જે તેણે ખેડૂતોને ભાડે આપી દરેક ખેડૂતને તે પેટે ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
12. મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે. હે સુલેમાન, તું તારા હજાર શેકેલ રાખી લે અને ભલે દરેક ખેડૂત પાસે બસ્સો શેકેલ રહે.”
13. હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળી રહ્યાં છે, મને પણ સાંભળવા દે.
14. હે મારા પ્રીતમ, તું વહેલો આવ. સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હવે સાબરી જેવો બન અથવા યુવાન હરણ જેવો બન. 
Total 8 Chapters, Selected Chapter 8 / 8
1 2 3 4 5 6 7 8
1 જો તું મારી માએ ધવડાવેલો મારો સગો ભાઇ હોત તો કેવું સારું થાત! હું તો કોઇની ચિંતા કર્યા વિના જાહેરમાં તને ચુંબન કરું, અને છતાં આના માટે મને કોઇએ ધિક્કારી ન હોત. 2 હું તને મારી માતાના ઘરમાં લઇ આવત મેં તને મારા દાડમમાંથી નીચોવેલો મસાલેદાર દ્રાક્ષાસવ આપ્યો હોત. 3 તેનો ડાબો હાથ મારા મસ્તક નીચે હોત, અને જમણા હાથથી મને આલિંગન કર્યું હોત. 4 ઓ યરૂશાલેમની યુવતીઓ, મને વચન આપો કે જ્યાં સુધી યોગ્ય સમય ન આવે ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહીં.” 5 પોતાના પ્રીતમ સાથે રણમાંથી આ સ્ત્રી કોણ આવે છે?સફરજનના વૃક્ષ નીચે તારી માતા પ્રસુતિપીડા અનુભવતી હતી અને તેણે ત્યાં જન્મ આપ્યો’ હતો એ વૃક્ષ નીચે જ મેં તારા પ્રેમને જાગૃત કર્યો છે.” 6 મને તારા હૃદયની મુદ્રા તરીકે અથવા તારા હાથ પરની વીંટી તરીકે મને સ્થાપન કર. કારણકે પ્રેમ મૃત્યુ સમાન બળવાન છે અને ઇર્ષા કબર જેવી ક્રૂર છે, અતિ પ્રજવલિત આગની જેમ તે ભડકે બળે છે અને તેની જવાળા ઘણી પ્રબળ છે. 7 ધસમસતાં પાણીનો પ્રવાહ પ્રેમજવાલાને હોલવી શકે નહિ, જળપ્રલયના પાણી એને ખેંચી જતાં નથી! જે વ્યકિત પ્રેમને ખરીદવાનો પ્રયત્ન કરે છે તેને લોકો ધિક્કારે છે. પછી ભલેને તેણે પોતાની સઘળી સંપતિ આપી દીધી હોય તો પણ. 8 અમારે એક નાની બહેન છે, હજી તો એનાં થાન પણ ઉપસ્યાં નથી, હવે એની સગાઇની વાત લઇને કોઇ આવે તો અમારી બહેન માટે અમે શું કરીએ?” 9 જો તે દીવાલ હોય તો, અમે તેને ચાંદીથી શણગારશું અને જો તે પ્રવેશદ્વાર હોય તો અમે તેને પાટીયા વડે ઢાંકીને મઢી દઇએ.” 10 હું દીવાલ છું અને મારા થાન બુરજો જેવાઁ છે, તેની દ્રષ્ટિમાં હું તેને સંતોષ શાંતિ લાવી શકું તેવી છું. 11 સુલેમાનની બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી જે તેણે ખેડૂતોને ભાડે આપી દરેક ખેડૂતને તે પેટે ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા. 12 મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે. હે સુલેમાન, તું તારા હજાર શેકેલ રાખી લે અને ભલે દરેક ખેડૂત પાસે બસ્સો શેકેલ રહે.” 13 હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળી રહ્યાં છે, મને પણ સાંભળવા દે. 14 હે મારા પ્રીતમ, તું વહેલો આવ. સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હવે સાબરી જેવો બન અથવા યુવાન હરણ જેવો બન. 
Total 8 Chapters, Selected Chapter 8 / 8
1 2 3 4 5 6 7 8
×

Alert

×

Gujarati Letters Keypad References