પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન. હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે.
2. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
3. ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.
4. જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.
5. હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.
6. તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા; તે પરાક્રમથી ભરપૂર છે.
7. તે સમુદ્રોની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે, લોકોનું હુલ્લડ [પણ તે શાંત પાડે છે]
8. પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.
9. તમે પૃથ્વીની મુલાકાત લો છો, અને તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે! તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો.
10. તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાઓ છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
11. તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો; અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે.
12. અરણ્યનાં બીડો પર તે ટપકે છે, અને ટેકરીઓ આનંદમય થાય છે.
13. વળી બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે; તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 65 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 65
1. મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન. હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે.
2. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
3. ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.
4. જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.
5. હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.
6. તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા; તે પરાક્રમથી ભરપૂર છે.
7. તે સમુદ્રોની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે, લોકોનું હુલ્લડ પણ તે શાંત પાડે છે
8. પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.
9. તમે પૃથ્વીની મુલાકાત લો છો, અને તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે! તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો.
10. તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાઓ છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
11. તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો; અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે.
12. અરણ્યનાં બીડો પર તે ટપકે છે, અને ટેકરીઓ આનંદમય થાય છે.
13. વળી બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે; તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે.
Total 150 Chapters, Current Chapter 65 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References