1. ચઢવાનું ગીત. જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.
2. તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.
3. તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારાં છોકરાં તારી મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપા જેવાં થશે.
4. જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5. સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે; તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું કલ્યાણ જોશે.
6. તું પોતાનાં છોકરાંનાં છોકરાં જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.