1. અને આદમે પોતાની પત્ની હવાને જાણી, અને તે ગર્ભવતી થઈ, ને કાઈનને જાણી, અને તે ગર્ભવતી થઈ, ને કાઈનને જન્મ આપ્યો, ને તેણે કહ્યું, “યહોવા ની કૃપા થી મને પુત્ર મળ્યો છે.”
|
4. અને હાબેલ પણ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પહેલા જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા.
|
7. જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.”
|
8. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.
|
9. અને યહોવાએ કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” અને તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
|
11. અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડયું છે, તેથી જ તું શાપિત થયો છે.
|
12. હવે પછી જયારે તું ભૂમિને ખેડશે, ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી; અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ.”
|
14. જો, આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢયો છે. અને તમારા મોં આગળથી હું સતાઇશ, ને પૃથ્વી પર ભટકતો અને નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.”
|
17. અને કાઈને પોતાની પત્નીને જાણી; અને તે ગર્ભવતી થઈ, ને હનોખને જન્મ આપ્યો; અને કોઈને એક નગર બાંધ્યું, ને તે નગરનું નામ પોતાના દિકરાના નામ ઉપરથી હનોખ પાડયું.
|
18. અને હનોખથી ઇરાદ જન્મ્યો; અને ઇરાદાથી મહૂયાએલ થયો; અને મહૂયાએલથી મથૂશાએલ થયો; અને મથૂશાએલથી લામેખ થયો.
|
22. અને સિલ્લાએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે સર્વ તાંબા તથા લોઢાનાં હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તૂબાલ-કાઈનની બહેન નઅમા હતી.
|
23. ત્યારે લામેખે પોતાની પત્નીઓને કહ્યું, “આદા તથા સિલ્લા, તમે મારી વાણી સાંભળો. લામેખની સ્ત્રીઓ, મારી વાતને કાન ધરો. કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને, તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે.
|
25. અને આદમે ફરી પોતાની પત્નીને જાણી. અને હવાએ દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ શેથ પાડયું; કેમ કે, તેણે કહ્યું, “હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”
|
26. શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડયું; ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.
|