1. મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું ગીત. દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં કહે છે કે, તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે જ નહિ.
|
2. કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે, “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.”
|
4. તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.
|
6. તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.
|
10. જેઓ તમને ઓળખે છે તેમના ઉપર તમારી કૃપા, તથા જેઓનાં અંત:કરણ યથાર્થ છે તેઓના પર તમારું ન્યાયીપણું તમે જારી રાખજો.
|