1. હવે ઇઝરાયલીઓએ મિસ્પામાં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, તેઓમાંનો કોઈપણ પોતાની દીકરીને બિન્યામીન સાથે પરણાવે નહિ.
|
5. અને ઇઝરાયલી લોકોએ કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજૂરમાં આવ્યો ન હોય એવો કોણ છે?” કેમ કે મિસ્પામાં યહોવાની હજૂરમાં જે માણસ ન આવે તેને જરૂર મારી નાખવો એવી ભારે પ્રતિજ્ઞા તેઓએ લીધી હતી.
|
7. જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહિ પરણાવવાની યહોવાની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે.”
|
8. તેઓએ કહ્યું, “ઇઝરાયલનાં કુળોમાંનું એવું ક્યું કુળ છે કે મિસ્પામાં યહોવાની હજૂરમાં આવ્યું ન હોય?” અને જુઓ, તેઓને માલૂમ પડ્યું કે યોબેશ-ગિલ્યાદથી સભામાં ભાગ લેવા માટે છાવણીમાં કોઈ પણ આવ્યો નહોતો.
|
9. કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે, જુઓ, યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો.
|
10. પછી તેઓએ શૂરામાં શૂરા બાર હજાર પુરુષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે, “જઈને યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓ, સ્ત્રીઓ તથા બાળકો સહિત, તરવારથી સંહાર કરો.
|
11. વળી તમારે આ પ્રમાણે કરવું કે, પ્રત્યેક પુરુષનો તથા જે સ્ત્રીએ પુરુષનો અનુભવ કર્યો હોય તે દરેકનો તમારે વિનાશ કરવો.”
|
12. અને યાબેશ-ગિલ્યાદનાં રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ બિલકુલ કર્યો નહોતો એવી ચારસો જુવાન કુમારિકાઓ તેમને મળી; તેઓ તેમને કનાન દેષના શીલો પાસે છાવણીમાં લઈ આવ્યા.
|
14. ત્યારે બિન્યામીનીઓ તેમની પાસે આવ્યા; અને ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓએ તેમને આપી; તોપણ તે બધી તેમને માટે બસ થઈ નહિ.
|
16. ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બિન્યામીનમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું?”
|
18. તથાપિ આપણે તો આપણી કન્યાઓન તેઓને આપી શક્તા નથી.” કેમ કે ઇઝરાયલી લોકોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘જે કોઈ બિન્યામીનને કન્યા આપે તે શાપિત થાય.’
|
19. પછી તેઓએ કહ્યું, “જુઓ, બેથેલની ઉત્તરે તથા બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનની દક્ષિણે આવેલા શીલોમાં વરસોવરસ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે.”
|
21. અને જોતા રહેજો કે, શીલોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર આવવું, અને શીલોની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાના માટે સ્ત્રી પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેવું.
|
22. અને એમ થશે કે જો તેમના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું કે, ‘મહેરબાની કરીને એવું ધારો કે તે કન્યાઓ તમે જ અમને આપી છે, કેમ કે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને માટે સ્ત્રી રાખી નહિ. તેમ જ તમે પોતે તેમને તમારી કન્યાઓ આપી નથી; નહિ તો તમે દોષિત ગણાઓ.”
|
23. બિન્યામીનપુત્રોએ આ પ્રમાણે કર્યું, એટલે પોતે જેટલા હતા તેટલી સ્ત્રીઓનું નૃત્ય કરનારી સ્ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી. પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા, ને નગરોને સમારીને તેમાં વસ્યા.
|
24. અને ઇઝરાયલી લોકો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો, ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા.
|