2. તોલાના પુત્રો:ઉઝ્ઝી રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ, એ પોતાના પિતૃઓનાં કુટુંબોના, એટલે તોલાના કટુના સરદારો, તેઓ પોતાના જમાનાઓમાં પરાક્રમી શૂરવીરો હતા. દાઉદની કારકિર્દીમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસો હતી.
|
4. તેઓના પિતૃઓના કુરુંબોની વંશાવળીઓ પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા; કેમ કે તેઓને ઘણી પત્નીઓ તથા પુત્રો હતા.
|
5. ઇસ્સાખારનાં સર્વ કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓની કુલ સંખ્યા સિત્યાશી હજાર બહદુર સૈનિકોની હતી.
|
7. બેલાના પુત્રો:એસ્બોન, ઉઝ્ઝી, ઉઝ્ઝીએલ, યરિમોથ તથા ઈરી, એ પાંચ. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના સરદારો, પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા. તેઓની વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરતાં તેઓ બાવીસ હજાર ચોત્રીસ થયા.
|
8. બેખેરના પુત્રો:ઝમીરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ એ સર્વ બેખેરના પુત્રો.
|
9. તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણત્રી કરતાં તેઓ વીસ હજાર બસો પરાક્રમી ને શૂરવીર પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.
|
10. યદીએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો:યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
|
11. એ સર્વ યદીએલના પુત્રો હતા, તેઓના પિત્રુઓના કટુંબોના સરદારો, સત્તર હજાર બસો પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
|
14. મનાશ્શાના પુત્રો:અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ થયો; તેને જ પેટે ગિલ્યાદનો પિતા માખીર પણ થયો.
|
15. તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંની બે પત્ની કરી, એકનુ નામ માકા હતું બીજીને પેટે સલોફહાદ થયો; સલોફહાદને પુત્રીઓ જ થઈ.
|
16. ગિલ્યાદની સ્ત્રી માકાને પુત્ર થયો; તેણે તેનુઆઆઆઆઆઆઆમ નઞમ પેરેશ પાડ્યું, તેના ભાઈનું નામ શેરેશ હતું, તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા.
|
21. એનો પુત્ર ઝાબાદ, એનો પુત્ર શુથેલા, એસેર, તથા એલાદ, તેમને દેશના મૂળ રહેવાસી ગાથના પુરુષોએ મારી નાખ્યા, કેમ કે તેઓનાં ઢોરોને હરિ લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા.
|
23. પછી તે પોતાની પત્ની પાસે ગયો, તેને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો, ને તેણે તેનું નામ બરિયા ભાગ્યહીન પાડ્યું, કેમ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
|
28. તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતાં, ને પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ, અને આઝઝા તથા તના કસબાઓ સુધી.
|
29. વળી મનાશ્શાના વંશજોની સીમા પાસે બેથ-શાન તથા તેના કસબાઓ, તાનાખ તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ હતા.તેઓમાં ઇઝરાયલના પુત્ર યૂસફના વંશજો રહેતા હતા.
|
40. એ સર્વ આશેરના પુત્રો હતા. તેઓ પોતાના પિતૃઓના કુટુંબના સરદારો, ચૂંટી કાઢેલા તથા પરાક્રમીઓ ને શૂરવીર પુરુષો હતા. અને વંશાવળી પ્રમાણે યુદ્ધના કામને માટે તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
|