પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યહોશુઆ
1. યહોવાએ યહોશુઆને કહ્યું, “ભયભીત કે નાહિમ્મત થઈશ નહિ, સમગ્ર સેના સાથે તું આયનગર ઉપર ચઢાઈ કર. મેં આયનગરના રાજાને, તેની પ્રજાને, તેના શહેરને અને તેના પ્રદેશને તને સોંપી દીધાં છે.
2. તેં યરીખો અને તેના રાજાના જે હાલ કર્યા તે જ ‘આય’ ના અને એના રાજાના કરજે, પરંતુ આ વખતે તમે તેમાંનો માંલસામાંન તથા ઢોર-ઢાંખર પોતાને માંટે રાખી શકો છો, અને એ નગરની પાછળની બાજુએથી હુમલો કરવા સૈનિકોને છુપાવી રાખજે.”
3. તેથી યહોશુઆએ આખી સેના સાથે આય નગર ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. તેણે રાતોરાત 30,000 શૂરવીર યોદ્ધાઓને ચૂંટી કાઢીને મોકલી આપ્યા,
4. અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.”
5. હું પોતે બાકીની સેના સાથે બહાર આવું એટલે અમે ભાગવા માંડીશું.
6. તેઓ અમાંરો પીછો પકડશે અને અમે તેમને નગરથી દૂર લઈ જઈશું. તેઓ એમ માંનશે કે અમે પહેલાની જેમ તેમનાથી ડરીને નાસી જઈએ છીએ,
7. એ વખતે તમે જયાં સંતાઈ રહ્યાં હો ત્યાંથી નીકળી આવજો અને નગરનો કબજો લઈ લેજો, તમાંરા દેવ યહોવા તમને વિજય આપશે.
8. “તમે વિજયી થશો અને પછી યહોવાની આજ્ઞા પ્રમાંણે શહેર બાળી મૂકજો. યાદ રાખો આ માંરો આદેશ છે.”
9. આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ ‘આય’ ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું.
10. યહોશુઆ સવારમાં વહેલો ઉઠયો અને તેના લશ્કરને ભેગું કર્યુ અને આય નગર ઉપર હુમલો કર્યો. તો પોતે અને ઇસ્રાએલીઓના આગેવાનો લશ્કરની આગળ ગયા.
11. આખું લશ્કર તેની સાથે ઊપડયું અને શહેરની નજીક પહોંચી ગયું. તેઓ નગરની ઉત્તરે આવેલી ખીણ પાસે થોભ્યા.
12. યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા.
13. એ મુખ્ય લશ્કરે નગરની ઉત્તરે છાવણી નાખી, અને છુપાયેલા લોકો પશ્ચિમે રહ્યા અને યહોશુઆએ રાત ખીણમાં પસાર કરી.
14. આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા.
15. યહોશુઆ પોતે અને તેના માંણસો જાણે તેઓ હાર પામ્યા હોય તેમ નગરમાંથી રણ તરફ ભાગવા લાગ્યા.
16. નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા.
17. આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા.
18. પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાં ભાલો છે તેને આય નગર તરફ તાક, કારણ કે આ નગર મેં તને સોંપી દીધું છે.” તેથી યહોશુઆએ તે પ્રમાંણે કર્યું.
19. તેણે ભાલો ખેંચ્યો અને તરત જ સંતાઈ રહેલા માંણસો આગળ આવ્યા અને નગર તરફ દોડ્યાં અને તેમાં દાખલ થઈ ગયા, તેઓએ નગર કબજે કરીને આગ લગાડી દીધી.
20. આયના માંણસોએ પાછળ જોયું તો તેમણે નગરમાંથી ધુમાંડો આકાશમાં ચઢતો જોયો. તેઓ કયાંય ભાગી જઈ શકે એમ રહ્યું નહિ, કારણ જે ઇસ્રાએલીઓ વગડા તરફ ભાગી ગયા હતા તેમણે પાછા ફરીને પીછો પકડનારાઓ ઉપર હુમલો કર્યો.
21. જ્યારે યહોશુઆ અને તેના માંણસોએ જોયું કે સંતાઈ ગયેલા માંણસોએ શહેર કબજે કર્યુ છે અને શહેરમાંથી ધુમાંડાના ગોટા ઊંચે આકાશમાં ચઢી રહ્યાં છે, તેથી તેઓ પાછા ફર્યા અને ‘આય’ ના માંણસો પર હુમલો કર્યો.
22. તે જ સમયે નગરથી બહાર આવેલા સૈનિકોએ પણ તેમના ઉપર હુમલો કર્યો, આથી ‘આય’ ના માંણસો બધી બાજુઓ ઘેરાઈ ગયા. ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો. એક પણ માંણસ જીવતો ના રહ્યો કે ના ભાગી જવા પામ્યો.
23. પણ ‘આય’ નો રાજા જીવતો કેદ પકડાયો અને તેને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યો.
24. જ્યારે ઇસ્રાએલની સેનાએ નગરની બહાર સર્વ માંણસોનો સંહાર કરવાનું કાર્ય પુરું કર્યુ ત્યારે તેઓ પાછા આવ્યા અને નગરની અંદર બાકી રહેલા સર્વનો સંહાર કર્યો.
25. તે દિવસે ‘આય’ નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે 12,000 સ્ત્રી પુરુષો હતા.
26. યહોશુઆએ ભાલો તેના હાથમાં હતો અને તેણે તેને ઉપાડ્યો અને જ્યાં સુધી તેના બધા લોકો નાશ ન પામ્યાં ત્યાં સુધી તેને તેના તરફ તાક્યે રાખ્યો.
27. ઇસ્રાએલીઓએ બધા પ્રાણીઓ અને બીજી વસ્તુઓ જે નગરમાંથી લૂંટાઈ હતી તે પોતાના માંટે રાખી લીધી. તેઓએ આ યહોવાએ યહોશુઆને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યું.
28. યહોશુઆએ ‘આય’ ને બાળી મુકયું અને તેને કાયમ માંટે ખંડેરોનો ઉજજડ ઢગલો બનાવી દીધું, તે આજે પણ એવું જ છે.
29. યહોશુઆએ ‘આય’ ના રાજાને સાંજ સુધી જાડ પર ઉંધે માંથે લટકાવી રાખ્યો, પરંતુ સૂર્યાસ્ત સમયે તેના શરીરને જાડ ઉપરથી ઉતાર્યું અને યહોશુઆના આદેશ પ્રમાંણે નગરના દરવાજા આગળ નાખીને તેના પર પથ્થરોનો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં જ છે.
30. ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી.
31. મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા.
32. પછી પથ્થરો ઉપર યહોશુઆએ મૂસાનો નિયમ લખ્યો ત્યારે ઇસ્રાએલનાં બધા લોકો તેને જોઈ રહ્યાં હતાં.
33. સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું.
34. યહોશુઆએ નિયમશાસ્ત્રનાં બધાં શબ્દો આશીર્વાદો અને શ્રાપો સહિત વાંચ્ચાં જેમ તેઓ નિયમનાં પુસ્તકમાં લખેલા હતાં ફક્ત તેમજ.
35. મૂસા દ્વારા આપવામાં આવેલી દરેક આજ્ઞાઓ યહોશુઆએ ઇસ્રાએલના લોકો સમક્ષ વાંચી. તે વખતે તમાંમ ઇસ્રાએલીઓ સ્ત્રીઓ બાળક તેમજ તેમની સાથે વસતા વિદેશીઓ પણ ઉપસ્થિત હતા.
Total 24 પ્રકરણો, Selected પ્રકરણ 8 / 24
1 યહોવાએ યહોશુઆને કહ્યું, “ભયભીત કે નાહિમ્મત થઈશ નહિ, સમગ્ર સેના સાથે તું આયનગર ઉપર ચઢાઈ કર. મેં આયનગરના રાજાને, તેની પ્રજાને, તેના શહેરને અને તેના પ્રદેશને તને સોંપી દીધાં છે. 2 તેં યરીખો અને તેના રાજાના જે હાલ કર્યા તે જ ‘આય’ ના અને એના રાજાના કરજે, પરંતુ આ વખતે તમે તેમાંનો માંલસામાંન તથા ઢોર-ઢાંખર પોતાને માંટે રાખી શકો છો, અને એ નગરની પાછળની બાજુએથી હુમલો કરવા સૈનિકોને છુપાવી રાખજે.” 3 તેથી યહોશુઆએ આખી સેના સાથે આય નગર ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. તેણે રાતોરાત 30,000 શૂરવીર યોદ્ધાઓને ચૂંટી કાઢીને મોકલી આપ્યા, 4 અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.” 5 હું પોતે બાકીની સેના સાથે બહાર આવું એટલે અમે ભાગવા માંડીશું. 6 તેઓ અમાંરો પીછો પકડશે અને અમે તેમને નગરથી દૂર લઈ જઈશું. તેઓ એમ માંનશે કે અમે પહેલાની જેમ તેમનાથી ડરીને નાસી જઈએ છીએ, 7 એ વખતે તમે જયાં સંતાઈ રહ્યાં હો ત્યાંથી નીકળી આવજો અને નગરનો કબજો લઈ લેજો, તમાંરા દેવ યહોવા તમને વિજય આપશે. 8 “તમે વિજયી થશો અને પછી યહોવાની આજ્ઞા પ્રમાંણે શહેર બાળી મૂકજો. યાદ રાખો આ માંરો આદેશ છે.” 9 આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ ‘આય’ ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું. 10 યહોશુઆ સવારમાં વહેલો ઉઠયો અને તેના લશ્કરને ભેગું કર્યુ અને આય નગર ઉપર હુમલો કર્યો. તો પોતે અને ઇસ્રાએલીઓના આગેવાનો લશ્કરની આગળ ગયા. 11 આખું લશ્કર તેની સાથે ઊપડયું અને શહેરની નજીક પહોંચી ગયું. તેઓ નગરની ઉત્તરે આવેલી ખીણ પાસે થોભ્યા. 12 યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા. 13 એ મુખ્ય લશ્કરે નગરની ઉત્તરે છાવણી નાખી, અને છુપાયેલા લોકો પશ્ચિમે રહ્યા અને યહોશુઆએ રાત ખીણમાં પસાર કરી. 14 આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા. 15 યહોશુઆ પોતે અને તેના માંણસો જાણે તેઓ હાર પામ્યા હોય તેમ નગરમાંથી રણ તરફ ભાગવા લાગ્યા. 16 નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા. 17 આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા. 18 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાં ભાલો છે તેને આય નગર તરફ તાક, કારણ કે આ નગર મેં તને સોંપી દીધું છે.” તેથી યહોશુઆએ તે પ્રમાંણે કર્યું. 19 તેણે ભાલો ખેંચ્યો અને તરત જ સંતાઈ રહેલા માંણસો આગળ આવ્યા અને નગર તરફ દોડ્યાં અને તેમાં દાખલ થઈ ગયા, તેઓએ નગર કબજે કરીને આગ લગાડી દીધી. 20 આયના માંણસોએ પાછળ જોયું તો તેમણે નગરમાંથી ધુમાંડો આકાશમાં ચઢતો જોયો. તેઓ કયાંય ભાગી જઈ શકે એમ રહ્યું નહિ, કારણ જે ઇસ્રાએલીઓ વગડા તરફ ભાગી ગયા હતા તેમણે પાછા ફરીને પીછો પકડનારાઓ ઉપર હુમલો કર્યો. 21 જ્યારે યહોશુઆ અને તેના માંણસોએ જોયું કે સંતાઈ ગયેલા માંણસોએ શહેર કબજે કર્યુ છે અને શહેરમાંથી ધુમાંડાના ગોટા ઊંચે આકાશમાં ચઢી રહ્યાં છે, તેથી તેઓ પાછા ફર્યા અને ‘આય’ ના માંણસો પર હુમલો કર્યો. 22 તે જ સમયે નગરથી બહાર આવેલા સૈનિકોએ પણ તેમના ઉપર હુમલો કર્યો, આથી ‘આય’ ના માંણસો બધી બાજુઓ ઘેરાઈ ગયા. ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો. એક પણ માંણસ જીવતો ના રહ્યો કે ના ભાગી જવા પામ્યો. 23 પણ ‘આય’ નો રાજા જીવતો કેદ પકડાયો અને તેને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યો. 24 જ્યારે ઇસ્રાએલની સેનાએ નગરની બહાર સર્વ માંણસોનો સંહાર કરવાનું કાર્ય પુરું કર્યુ ત્યારે તેઓ પાછા આવ્યા અને નગરની અંદર બાકી રહેલા સર્વનો સંહાર કર્યો. 25 તે દિવસે ‘આય’ નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે 12,000 સ્ત્રી પુરુષો હતા. 26 યહોશુઆએ ભાલો તેના હાથમાં હતો અને તેણે તેને ઉપાડ્યો અને જ્યાં સુધી તેના બધા લોકો નાશ ન પામ્યાં ત્યાં સુધી તેને તેના તરફ તાક્યે રાખ્યો. 27 ઇસ્રાએલીઓએ બધા પ્રાણીઓ અને બીજી વસ્તુઓ જે નગરમાંથી લૂંટાઈ હતી તે પોતાના માંટે રાખી લીધી. તેઓએ આ યહોવાએ યહોશુઆને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યું. 28 યહોશુઆએ ‘આય’ ને બાળી મુકયું અને તેને કાયમ માંટે ખંડેરોનો ઉજજડ ઢગલો બનાવી દીધું, તે આજે પણ એવું જ છે. 29 યહોશુઆએ ‘આય’ ના રાજાને સાંજ સુધી જાડ પર ઉંધે માંથે લટકાવી રાખ્યો, પરંતુ સૂર્યાસ્ત સમયે તેના શરીરને જાડ ઉપરથી ઉતાર્યું અને યહોશુઆના આદેશ પ્રમાંણે નગરના દરવાજા આગળ નાખીને તેના પર પથ્થરોનો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં જ છે. 30 ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી. 31 મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા. 32 પછી પથ્થરો ઉપર યહોશુઆએ મૂસાનો નિયમ લખ્યો ત્યારે ઇસ્રાએલનાં બધા લોકો તેને જોઈ રહ્યાં હતાં. 33 સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું. 34 યહોશુઆએ નિયમશાસ્ત્રનાં બધાં શબ્દો આશીર્વાદો અને શ્રાપો સહિત વાંચ્ચાં જેમ તેઓ નિયમનાં પુસ્તકમાં લખેલા હતાં ફક્ત તેમજ. 35 મૂસા દ્વારા આપવામાં આવેલી દરેક આજ્ઞાઓ યહોશુઆએ ઇસ્રાએલના લોકો સમક્ષ વાંચી. તે વખતે તમાંમ ઇસ્રાએલીઓ સ્ત્રીઓ બાળક તેમજ તેમની સાથે વસતા વિદેશીઓ પણ ઉપસ્થિત હતા.
Total 24 પ્રકરણો, Selected પ્રકરણ 8 / 24
×

Alert

×

Gujarati Letters Keypad References