1. [QS]બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ. [QE]
2. [QS]તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ કે યહોવાહની શિખામણ માની નહિ. [QE][QS]તેને યહોવાહમાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહિ. [QE]
3. [QS]તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે! [QE][QS]તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી! [QE]
4. [QS]તેના પ્રબોધકો ઉદ્ધત તથા રાજદ્રોહી માણસો છે. [QE][QS]તેના યાજકોએ જે પવિત્ર છે તેને અપવિત્ર કર્યું છે અને નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે. [QE]
2. [QS2]તેનામાં યહોવાહ ન્યાયી છે, તેઓ અન્યાય કરતા નથી. [QE][QS2]રોજ સવારે તે ન્યાય કરે છે તે કશી ચૂક કરતા નથી, છતાં ગુનેગાર લોકોને શરમ આવતી નથી. [QE]
6. [QS]“મેં પ્રજાઓનો નાશ કર્યો છે; તેઓના બુરજો નાશ પામ્યા છે. [QE][QS]મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી. [QE][QS]તેઓનાં નગરો નાશ પામ્યાં છે તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી. [QE]
7. [QS]મેં કહ્યું, 'તું નિશ્ચે મારી બીક રાખશે, મારું માનશે. [QE][QS]મેં તેને માટે જે યોજના કરી હતી તે પ્રમાણે તેનાં ઘરોનો નાશ થશે નહિ!' [QE][QS]પણ તેઓએ વહેલા ઊઠીને પોતાના સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.” [QE]
8. [QS]માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ” હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. [QE][QS]કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને, [QE][QS]તેઓના પર મારો બધો ગુસ્સો અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે. [QE][QS]જેથી આખી પૃથ્વી મારી ઈર્ષાના અગ્નિથી નાશ પામે. [QE]
9. [QS]પણ ત્યારે હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, [QE][QS]જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે. [QE]
10. [QS]મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કૂશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે. [QE]
11. [QS]તે દિવસે તારાં સર્વ કૃત્યો જે તેં મારી વિરુદ્ધ કર્યાં છે તેને માટે તારે શરમાવું નહિ પડે, [QE][QS]કેમ કે તે સમયે હું તારામાંથી અભિમાની તથા ઉદ્ધત માણસોને દૂર કરીશ, [QE][QS]કેમ કે હવે પછી તું મારા પવિત્ર પર્વત પર હીણપતભર્યું કાર્ય કરી શકશે નહિ. [QE]
12. [QS]પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ, [QE][QS]તેઓ મારા નામ પર ભરોસો રાખશે. [QE]
13. [QS]ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ, [QE][QS]તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ. [QE][QS]તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ.” [QE]
14. [QS]ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર. [QE][QS]હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર. [QE]
15. [QS]યહોવાહ તમારી શિક્ષાનો અંત લાવ્યા છે; તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યાં છે; [QE][QS]ઇઝરાયલના રાજા યહોવાહ, તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહિ. [QE]
16. [QS]તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે, [QE][QS]“હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ. [QE]
17. [QS]યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, શક્તિશાળી ઈશ્વર તને બચાવશે; [QE][QS]તેઓ તારા માટે હરખાશે. તેઓ તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે. [QE][QS]તેઓ ગાતાં ગાતાં તારા પર આનંદ કરશે, [QE]
18. [QS]તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ હતો. [QE]
19. [QS]જો! તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ. [QE][QS]હું અપંગને બચાવીશ. જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓનેે એકત્ર કરીશ; [QE][QS]આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ. [QE]
20. [QS]તે સમયે હું તમને અંદર લાવીશ અને તેજ સમયે હું તમને ભેગા કરીશ, [QE][QS]કેમ કે યહોવાહ કહે છે કે, તારી નજર આગળથી તારી ગુલામગીરી ફેરવી નાખીને! [QE][QS]હું આખી પૃથ્વીના લોકો મધ્યે તને નામ આપીશ અને પ્રશંસારૂપ કરીશ. [QE]