1. જો તું મારી માના થાનને ધાવેલો [QBR] મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત, [QBR] ત્યારે હું તને ચુંબન કરત, [QBR] તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ. [QBR]
2. હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, [QBR] અને તું મને શીખવત. [QBR] હું તને મસાલેદાર દ્રાક્ષારસ, [QBR] અને તને મારા દાડમનો રસ પીવાને આપત. [QBR]
3. તેનો ડાબો હાથ મારા માથા નીચે છે; [QBR] તેનો જમણો હાથ મને આલિંગન કરે છે. [QBR]
4. ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, [QBR] મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી [QBR] તમે મારા પ્રીતમને જગાડશો નહી. [QBR]
5. પોતાના પ્રીતમ પર ટેકીને રણમાંથી, [QBR] આ યુવતી કોણ આવે છે? [QBR] મેં તેને સફરજનના વૃક્ષ નીચે જગાડયો; [QBR] જ્યાં તારી માતા જન્મ આપતાં કષ્ટાતી હતી; [QBR] ત્યાં તેણે તને જન્મ આપ્યો. [QBR]
6. મને તારા હૃદય પર મુદ્રા તરીકે [QBR] અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. [QBR] કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. [QBR] અને ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; [QBR] તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે. [QBR]
7. ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ, [QBR] જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી. [QBR] જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, [QBR] તોપણ તેને લોકો ધિક્કારે છે. [QBR]
8. અમારે એક નાની બહેન છે, [QBR] હજી તે પુખ્ત થયેલી નથી, [QBR] હવે જે દિવસે તેનું માગું આવશે [QBR] ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું? [QBR]
9. જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું [QBR] અને જો તે દ્વાર હોય તો [QBR] અમે તેને અરેજવૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું. [QBR]
10. હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; [QBR] જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી. [QBR]
11. સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી [QBR] તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી [QBR] તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા. [QBR]
12. મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, [QBR] તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, [QBR] અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે. [QBR]
13. હે બગીચાઓમાં વસનારી, [QBR] મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; [QBR] મને તે સંભળાવ. [QBR]
14. હે મારા પ્રીતમ, તું વહેલો આવ, [QBR] સુગંધી દ્રવ્યોના પર્વત પર [QBR] તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા. [PE]