1. [QS]હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી [QE][QS]તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? [QE][QS]તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, [QE][QS](અમને કહે) જેથી અમે તારી સાથે તેને શોધીએ? [QE]
2. [QS]મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, [QE][QS]સુંગધીઓના ક્યારામાં, [QE][QS]બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે. [QE]
3. [QS]હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; [QE][QS]તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે. [QE]
4. [QS]સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, [QE][QS]યરુશાલેમ જેવી ખૂબસૂરત, [QE][QS]અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે. [QE]
5. [QS]તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, [QE][QS]કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. [QE][QS]ગિલ્યાદની બાજુએ બેઠેલા, [QE][QS]બકરાંના ટોળાં જેવા તારા કેશ છે. [QE]
6. [QS]ઘોવાઇને બહાર નીકળેલી [QE][QS]ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે [QE][QS]જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે [QE][QS]અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી. [QE]
7. [QS]તારા બુરખા પાછળ [QE][QS]તારા ગાલ દાડમની ફાડ જેવા છે. [QE]
8. [QS]રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; [QE][QS]અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે. [QE]
9. [QS]અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે; [QE][QS]તે પોતાની માતાની એકની એક છે; [QE][QS]તે પોતાની જનેતાની માનીતી છે. [QE][QS]પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે. [QE]
10. [QS]પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી, [QE][QS]ચંદ્ર જેવી સુંદર, [QE][QS]સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે? [QE]
11. [QS]વસંતઋતુ ખીલી છે તે જોવા [QE][QS]દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; [QE][QS]દાડમોને મોર આવ્યો છે કે કેમ; [QE][QS]તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો. [QE]
12. [QS]હું કંઈ સમજુ તે પહેલા તો [QE][QS]મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો. [QE]
13. [QS]પાછી આવ, હે શૂલ્લામી; [QE][QS]પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. [QE][QS]માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો? [QE]