1. [QS]હું શારોનનું ગુલાબ છું, [QE][QS]અને ખીણોની ગુલછડી છું. [QE]
2. [QS]કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે. [QE][PBR]
3. [QS]જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, [QE][QS]તેમ જુવાનો વચ્ચેે મારો પ્રીતમ છે. [QE][QS]હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, [QE][QS]અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો. [QE]
4. [QS]તે મને ભોજન કરવાને ઘરે લાવ્યો, [QE][QS]અને તેની પ્રીતિરૂપી ધ્વજા મારા પર હતી. [QE]
5. [QS]સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો અને સફરજનથી મને તાજી કરો; [QE][QS]કેમ કે હું પ્રેમપીડિત છું. [QE]
6. [QS]તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, અને તેનો જમણો હાથ આલિંગન કરે છે. [QE]
7. [QS]હે યરુશાલેમની દીકરીઓ, [QE][QS]હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, [QE][QS]મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી [QE][QS]તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ. [QE]
8. [QS]આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, [QE][QS]પર્વતો પર કૂદતો, [QE][QS]ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે. [QE]
9. [QS]મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. [QE][QS]જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, [QE][QS]તે બારીમાંથી જોયા કરે છે, [QE][QS]તે જાળીમાંથી દેખાય છે. [QE][PBR]
10. [QS]મારા પ્રીતમે મને કહ્યું, [QE][QS]“મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
11. જો, શિયાળો સમાપ્ત થયો છે; [QE][QS]વરસાદ પણ પૂરો થયો છે. [QE]
12. [QS]ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; [QE][QS]કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, [QE][QS]આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે. [QE]
13. [QS]અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, [QE][QS]અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, [QE][QS]તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. [QE][QS]મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ. [QE]
14. [QS]હે ખડકની ફાટોમાં, [QE][QS]પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, [QE][QS]મને તારો ચહેરો જોવા દે, [QE][QS]તારો અવાજ સાંભળવા દે. [QE][QS]કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.” [QE][PBR]
15. [QS]શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, [QE][QS]તે દ્રાક્ષાવાડીઓને બગાડે છે, [QE][QS]અમારી દ્રાક્ષાવાડી ફૂલોથી ખીલી રહી છે. [QE]
16. [QS]મારો પ્રીતમ મારો છે, હું તેની છું; [QE][QS]તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે. [QE]
17. [QS]હે મારા પ્રીતમ ચાલ્યો જા, [QE][QS]પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, [QE][QS]ચાલ્યો જા; [QE][QS]પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા. [QE]