1. હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, [QBR] હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો. [QBR]
2. હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, [QBR] ગર્વિષ્ઠોને બદલો વાળી આપો. [QBR]
3. હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, [QBR] ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે? [QBR]
4. તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે [QBR] અને તેઓ સર્વ બડાઈ મારે છે. [QBR]
5. હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; [QBR] તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે. [QBR]
6. તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે [QBR] અને તેઓ અનાથની હત્યા કરે છે. [QBR]
7. તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, [QBR] યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.” [QBR]
8. હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; [QBR] મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો? [QBR]
9. જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? [QBR] જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ? [QBR]
10. જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? [QBR] તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે. [QBR]
11. યહોવાહ માણસોના વિચારો જાણે છે, [QBR] કે તે વ્યર્થ છે. [QBR]
12. હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, [QBR] જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે. [QBR]
13. દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી [QBR] તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો. [QBR]
14. કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ [QBR] તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ. [QBR]
15. કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; [QBR] અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે. [QBR]
16. મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? [QBR] મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે? [QBR]
17. જો યહોવાહે મારી સહાય કરી ન હોત [QBR] તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત. [QBR]
18. જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” [QBR] ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે. [QBR]
19. જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. [QBR]
20. દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, [QBR] તેઓ શું તારી સાથે મેળાપ રાખશે? [QBR]
21. તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે [QBR] અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે. [QBR]
22. પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે [QBR] અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે. [QBR]
23. તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે [QBR] અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. [QBR] યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે. [PE]