1. [QS]હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, [QE][QS]હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો. [QE]
2. [QS]હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, [QE][QS]ગર્વિષ્ઠોને બદલો વાળી આપો. [QE]
3. [QS]હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, [QE][QS]ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે? [QE]
4. [QS]તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે [QE][QS]અને તેઓ સર્વ બડાઈ મારે છે. [QE]
5. [QS]હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; [QE][QS]તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે. [QE]
6. [QS]તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે [QE][QS]અને તેઓ અનાથની હત્યા કરે છે. [QE]
7. [QS]તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, [QE][QS]યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.” [QE]
8. [QS]હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; [QE][QS]મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો? [QE]
9. [QS]જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? [QE][QS]જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ? [QE]
10. [QS]જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? [QE][QS]તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે. [QE]
11. [QS]યહોવાહ માણસોના વિચારો જાણે છે, [QE][QS]કે તે વ્યર્થ છે. [QE]
12. [QS]હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, [QE][QS]જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે. [QE]
13. [QS]દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી [QE][QS]તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો. [QE]
14. [QS]કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ [QE][QS]તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ. [QE]
15. [QS]કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; [QE][QS]અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે. [QE]
16. [QS]મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? [QE][QS]મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે? [QE]
17. [QS]જો યહોવાહે મારી સહાય કરી ન હોત [QE][QS]તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત. [QE]
18. [QS]જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” [QE][QS]ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે. [QE]
19. [QS]જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. [QE]
20. [QS]દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, [QE][QS]તેઓ શું તારી સાથે મેળાપ રાખશે? [QE]
21. [QS]તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે [QE][QS]અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે. [QE]
22. [QS]પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે [QE][QS]અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે. [QE]
23. [QS]તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે [QE][QS]અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. [QE][QS]યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે. [QE]