1. [QS]હે પ્રભુ, પેઢી દરપેઢી [QE][QS]તમે અમારું નિવાસસ્થાન થયા છો. [QE]
2. [QS]પર્વતો ઉત્પન્ન થયા હતા, [QE][QS]અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી , [QE][QS]એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો. [QE]
3. [QS]તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો [QE][QS]અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.” [QE]
4. [QS]કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો [QE][QS]વીતી ગયેલી કાલના જેવાં છે [QE][QS]અને રાતના એક પહોર જેવાં છે. [QE]
5. [QS]તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; [QE][QS]તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે. [QE]
6. [QS]તે સવારે ખીલે છે અને વધે છે; [QE][QS]સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે. [QE]
7. [QS]ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે [QE][QS]અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. [QE]
8. [QS]તમે અમારા અન્યાય તમારી સમક્ષ, [QE][QS]અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે. [QE]
9. [QS]તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; [QE][QS]નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ. [QE]
10. [QS]અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, [QE][QS]અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; [QE][QS]પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. [QE][QS]હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ. [QE]
11. [QS]તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને [QE][QS]તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? [QE]
12. [QS]તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો [QE][QS]કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય. [QE]
13. [QS]હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? [QE][QS]તમારા સેવકો પર કરુણા કરો. [QE]
14. [QS]સવારે અમને તમારી કૃપાથી ભરી દો, [QE][QS]કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. [QE]
15. [QS]જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે [QE][QS]અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. [QE]
16. [QS]તમારા સેવકોને તમારાં કૃત્યો [QE][QS]અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ. [QE]
17. [QS]અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; [QE][QS]તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; [QE][QS]હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો. [QE]