1. હે પ્રભુ, પેઢી દરપેઢી [QBR] તમે અમારું નિવાસસ્થાન થયા છો. [QBR]
2. પર્વતો ઉત્પન્ન થયા હતા, [QBR] અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી , [QBR] એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો. [QBR]
3. તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો [QBR] અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.” [QBR]
4. કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો [QBR] વીતી ગયેલી કાલના જેવાં છે [QBR] અને રાતના એક પહોર જેવાં છે. [QBR]
5. તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; [QBR] તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે. [QBR]
6. તે સવારે ખીલે છે અને વધે છે; [QBR] સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે. [QBR]
7. ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે [QBR] અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. [QBR]
8. તમે અમારા અન્યાય તમારી સમક્ષ, [QBR] અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે. [QBR]
9. તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; [QBR] નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ. [QBR]
10. અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, [QBR] અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; [QBR] પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. [QBR] હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ. [QBR]
11. તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને [QBR] તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? [QBR]
12. તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો [QBR] કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય. [QBR]
13. હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? [QBR] તમારા સેવકો પર કરુણા કરો. [QBR]
14. સવારે અમને તમારી કૃપાથી ભરી દો, [QBR] કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. [QBR]
15. જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે [QBR] અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. [QBR]
16. તમારા સેવકોને તમારાં કૃત્યો [QBR] અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ. [QBR]
17. અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; [QBR] તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; [QBR] હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો. [PE]