1. [QS]હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; [QE][QS]હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ. [QE]
2. [QS]હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; [QE][QS]હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ. [QE]
3. [QS]જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, [QE][QS]ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે. [QE]
4. [QS]કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; [QE][QS]ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. [QE]
5. [QS]તમે વિદેશીઓને ધમકાવ્યા છે, [QE][QS]તમે દુષ્ટોનો નાશ કર્યો છે; [QE][QS]તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે. [QE]
6. [QS]શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે [QE][QS]તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. [QE][QS]જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી. [QE]
7. [QS]પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; [QE][QS]તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. [QE]
8. [QS]તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. [QE][QS]તે લોકોનો અદલ ઇનસાફ કરશે. [QE]
9. [QS]વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, [QE][QS]તે સર્વ સંકટસમયે ગઢ થશે. [QE]
10. [QS]જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, [QE][QS]કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી. [QE]
11. [QS]સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; [QE][QS]લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો. [QE]
12. [QS]કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; [QE][QS]તે તેમની અરજ ભૂલી જતા નથી. [QE]
13. [QS]હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, [QE][QS]મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ. [QE]
14. [QS]સિયોનની દીકરીના દરવાજાઓમાં [QE][QS]હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું [QE][QS]હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ. [QE]
15. [QS]પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; [QE][QS]પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે. [QE]
16. [QS]યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; [QE][QS]દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. [QE][QSS]સેલાહ [QSE]
17. [QS]દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર [QE][QS]સર્વ લોકો શેઓલમાં જશે. [QE]
18. [QS]કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, [QE][QS]ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ. [QE]
19. [QS]હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; [QE][QS]તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય. [QE]
20. [QS]હે યહોવાહ, તેઓને ભયભીત કરો; [QE][QS]જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. [QE][QSS]સેલાહ [QSE]