1. હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; [QBR] હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ. [QBR]
2. હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; [QBR] હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ. [QBR]
3. જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, [QBR] ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે. [QBR]
4. કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; [QBR] ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. [QBR]
5. તમે વિદેશીઓને ધમકાવ્યા છે, [QBR] તમે દુષ્ટોનો નાશ કર્યો છે; [QBR] તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે. [QBR]
6. શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે [QBR] તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. [QBR] જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી. [QBR]
7. પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; [QBR] તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. [QBR]
8. તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. [QBR] તે લોકોનો અદલ ઇનસાફ કરશે. [QBR]
9. વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, [QBR] તે સર્વ સંકટસમયે ગઢ થશે. [QBR]
10. જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, [QBR] કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી. [QBR]
11. સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; [QBR] લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો. [QBR]
12. કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; [QBR] તે તેમની અરજ ભૂલી જતા નથી. [QBR]
13. હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, [QBR] મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ. [QBR]
14. સિયોનની દીકરીના દરવાજાઓમાં [QBR] હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું [QBR] હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ. [QBR]
15. પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; [QBR] પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે. [QBR]
16. યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; [QBR] દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. સેલાહ
17. દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર [QBR] સર્વ લોકો શેઓલમાં જશે. [QBR]
18. કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, [QBR] ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ. [QBR]
19. હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; [QBR] તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય. [QBR]
20. હે યહોવાહ, તેઓને ભયભીત કરો; [QBR] જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ [PE]