1. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે. [QBR]
2. યાકૂબના સર્વ તંબુઓ કરતાં, [QBR] સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે. [QBR]
3. હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
4. હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. [QBR] જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. [QBR] આનો જન્મ ત્યાં થયો હતો. [QBR]
5. વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; [QBR] અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.” [QBR]
6. યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, [QBR] “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ
7. વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, [QBR] “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.” [PE]