1. [QS]હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, [QE][QS]કારણ કે હું દીન તથા દરિદ્રી છું. [QE]
2. [QS]મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; [QE][QS]હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો. [QE]
3. [QS]હે પ્રભુ, મારા પર દયા કરો, [QE][QS]કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું. [QE]
4. [QS]તમારા સેવકને આનંદ આપો, [QE][QS]કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું. [QE]
5. [QS]હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો [QE][QS]અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો. [QE]
6. [QS]હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; [QE][QS]મારી વિનંતિ સાંભળો. [QE]
7. [QS]મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, [QE][QS]કેમ કે તમે મને ઉત્તર આપશો. [QE]
8. [QS]હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. [QE][QS]તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી. [QE]
9. [QS]હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. [QE][QS]તેઓ તમારા નામનો મહિમા ગાશે. [QE]
10. [QS]કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; [QE][QS]તમે જ એકલા ઈશ્વર છો. [QE]
11. [QS]હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. [QE][QS]તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો. [QE]
12. [QS]હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; [QE][QS]હું તમારા નામને સર્વદા મહિમા આપીશ. [QE]
13. [QS]કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; [QE][QS]તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. [QE]
14. [QS]હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. [QE][QS]અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. [QE][QS]તેઓ તમારું સન્માન કરતા નથી. [QE]
15. [QS]પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, [QE][QS]ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો. [QE]
16. [QS]મારી તરફ ફરો અને મારા પર દયા કરો; [QE][QS]તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; [QE][QS]તમારી દાસીના દીકરાને બચાવો. [QE]
17. [QS]તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. [QE][QS]પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે [QE][QS]કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે. [QE]