1. હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, [QBR] કારણ કે હું દીન તથા દરિદ્રી છું. [QBR]
2. મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; [QBR] હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો. [QBR]
3. હે પ્રભુ, મારા પર દયા કરો, [QBR] કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું. [QBR]
4. તમારા સેવકને આનંદ આપો, [QBR] કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું. [QBR]
5. હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો [QBR] અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો. [QBR]
6. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; [QBR] મારી વિનંતિ સાંભળો. [QBR]
7. મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, [QBR] કેમ કે તમે મને ઉત્તર આપશો. [QBR]
8. હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. [QBR] તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી. [QBR]
9. હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. [QBR] તેઓ તમારા નામનો મહિમા ગાશે. [QBR]
10. કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; [QBR] તમે જ એકલા ઈશ્વર છો. [QBR]
11. હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. [QBR] તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો. [QBR]
12. હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; [QBR] હું તમારા નામને સર્વદા મહિમા આપીશ. [QBR]
13. કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; [QBR] તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. [QBR]
14. હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. [QBR] અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. [QBR] તેઓ તમારું સન્માન કરતા નથી. [QBR]
15. પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, [QBR] ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો. [QBR]
16. મારી તરફ ફરો અને મારા પર દયા કરો; [QBR] તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; [QBR] તમારી દાસીના દીકરાને બચાવો. [QBR]
17. તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. [QBR] પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે [QBR] કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે. [PE]