પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. [QE]
2. [QS]તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. [QE]
3. [QS]તેથી હવે તમારા કોપનો; [QE][QS]ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. [QE]
4. [QS]હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. [QE]
5. [QS]શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? [QE]
6. [QS]શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? [QE][QS]ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. [QE]
7. [QS]તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમારો ઉદ્ધાર કરો. [QE]
8. [QS]યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, [QE][QS]કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. [QE][QS]પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. [QE]
9. [QS]જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; [QE][QS]બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. [QE]
10. [QS]કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; [QE][QS]ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. [QE]
11. [QS]પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. [QE][QS]અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. [QE]
12. [QS]હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; [QE][QS]અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. [QE]
13. [QS]તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, [QE][QS]અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 85 / 150
1 હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. 2 તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. 3 તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. 4 હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. 5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? 6 શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. 7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમારો ઉદ્ધાર કરો. 8 યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. 9 જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. 10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. 11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. 12 હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. 13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
Total 150 Chapters, Selected Chapter 85 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References